ખાસ-ખબર સંવાદદાતા
બોલીવૂડ હિરોઈન શ્રદ્ધા કપૂરનું હવે ફિલ્મ રાઈટર રાહુલ મોદી સાથે અફેર શરુ થયું હોવાની અટકળો છે. તાજેતરમાં બંને એક ફિલ્મ સ્ક્રિનિંગમાં સાથે દેખાયાં હતાં. શ્રદ્ધાનું અફેર અગાઉ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે હતું. બંને વચ્ચે ચાર વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. શ્રદ્ધાના પરિવારે રોહનને પસંદ કરી લીધો હોવાનું પણ કહેવાતું હતું. જોકે, ગયાં વર્ષે એવી વાત બહાર આવી હતી કે શ્રદ્ધા અને રોહન વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે.
હવે શ્રદ્ધા તેની ફિલ્મ ’તુ જુઠ્ઠી મૈ મક્કાર’ના લેખક રાહુલ મોદી સાથે હરવા ફરવા લાગી છે. તે લોકો સાથે સાથે હોવાના વીડિયો પણ વાયરલ થયા છે. આથી શ્રદ્ધાની જિંદગીમાં નવા બોયફ્રેન્ડનું આગમન થઈ ચૂક્યું હોવાનું માનવામાં આવે છે. શ્રદ્ધાની રાહુલ મોદી સાથેની તસવીરો તથા વીડિયો જોઈને લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ બોલીવૂડ હિરોઈનને કોઈ એક્ટર પસંદ જ નથી. પહેલાં તેનું અફેર એક ફોટોગ્રાફર સાથે ચાલતું હતું અને હવે તેણે એક લેખકને પસંદ કર્યો છે.