આ કાર્યક્રમાં મુખ્ય ત્રણ કલાકારો રાજકપૂર, મુકેશ અને રફીને શ્રદ્ધાંજલિ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બીગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની દ્વારા અને ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના સહયોગથી ભારતીય સિનેમાના શોમેન સ્વ. રાજકપૂરસાહેબના જન્મદિવસની સુવર્ણ જયંતી નિમિત્તે ‘ધ શો મસ્ટ ગો ઓન’નું આયોજન તા. 2 ને રવિવારે રાત્રે 9 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા, વજુભાઈ વાળા, ભાનુબેન બાબરીયા, પરસોતમ રૂપાલા, રામભાઈ મોકરીયા, રમેશ ટીલાળા, ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, આલોક કુમાર પાંડે, અશ્ર્વિનીકુમાર, હિતેશ દિહોરા સહિતના મહાનુભાવો હાજરી આપશે.
- Advertisement -
આ કોઈ એઆઈ ટેકનોલોજીની વાત નથી! ભારતીય સિનેમાના શોમેન રાજકપૂરની સુવર્ણ જન્મ શતાબ્દી વર્ષ (તા. 14-12-1924થી 14-12-2024)ને અનુલક્ષીને હેમુગઢવી નાટ્યગૃહ ખાતે ભવ્ય શો ‘ધ શો મસ્ટ ગો ઓન’નું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો રાજકપૂર સાહેબ વિશે બોલવું, લખવું કે પરફોમન્સ કરવું એટલે ગાગરમાં સાગર સમાવવો, સૂરજને દીવો બતાવવા જેવી વાત ગણાય, પણ આ તો રાજકોટ છે! રાજસાહેબના જન્મથી લઈને તેમના સંઘર્ષ, ચડતી-પડતી, તેમના અનુભવો, સફળતા, તેમનું કુટુંબ, ફિલ્મો, આર.કે. સ્ટુડીયો, હીરો-હીરોઈનો, ગીતકાર, સંગીતકાર, કેમેરામેન સૌ પાસેથી કામ લેવાની તેમની જન્મજાત આંતરિક સુઝ જેને કારણે તેઓ શોમેન ગણાયા, આ દરેક વાત લાઈવ પરફોમન્સ સાથે જીવંત થશે જંગી કલાકારોના કાફલા સાથેનો આ સાત પરિમાણીક શો રાજકોટમાં સૌ પ્રથમવાર થશે.
આ સાથે રફીસાહેબ તથા મુકેશને પણ 100 વર્ષ પૂરા થાય છે. આમ ત્રણેય લિજન્ડ કલાકારોની જન્મજયંતી નિમિત્તે યાદ કરાશે. આ સાથે ડિજીટલ કાર્ડ પણ માન્ય ગણાશે. આજરોજ નિર્માતા વિજયભાઈ કારીયા, અભિષેક કારીયા અને સંજય ગોહિલ સ્ક્રીન તથા મ્યુઝિક આર્ષ વ્યાસ કલાકારો રાધિકા ભટ્ટી, ઓમ ભટ્ટ, પ્રવિણ મકવાણા ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવ્યા હતા તેમજ આ શો અબતકની ચેનલ પર લાઈવ થશે. આ તકે ત્રણ કલાકારો રાજકપૂર, મુકેશ, રફીને શ્રદ્ધાંજલી આપવામાં આવશે.
આ શોની પરિકલ્પના, સ્ક્રીન પ્લે, નિર્માણ સંયોજક સંજય ગોહિલ, સંશોધન લેખક કિશોર ડોડીયા, શો અને વિડીયો ડીઝાઈનર એડિટર કેયુર અંજારિયા, પ્રોપ્સ ઈન્ચાર્જ મોહિત કથરેચા મ્યુઝિક ડાયરેકટર શૈલેષ પંડ્યા, નાટક દિગ્દર્શક ગૌતમ દવે, કોરિયોગ્રાફર મેઘાબેન વિઠલાણી અને તેમની ટીમ, મેઈક અપ હિમાંશુ પાડલિયા, શીર્ષક ગીત જય ડોડીયા, લાઈટ્સ ગુલામ હુસેન અગવાન, મ્યુઝિક આર્ષ વ્યાસ, વોઈસ ઓવર અપૂર્વ પટ્ટણી, તૃપ્તિ દવે, ગાયક રાજેશ વ્યાસ, પિયુષ દવે (જૂનાગઢ), અશ્ર્વિની મહેતા, તૃપ્તિ દવે ગીતોની સુરુચિ પૂર્ણ પસંદગી વિજયભાઈ કારિયાની છે.
કાર્યક્રમને સફળ બનાવવા પુજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, ડો. વિજય દેસાણી (પુ.ઉપ.કુલપતિ સૌ. યુનિ.) સુનિલભાઈ શાહ, જનકભાઈ ઠક્કર (ગાંધીનગર) જહેમત ઉઠાવી રહ્યા છે.
કાર્યક્રમનું ખાસ આકર્ષણ એ છે કે ત્યાં આર.કે. સ્ટુડીયો (ચેમ્બુર મુંબઈ)નો ગેઈટ લગાવવામાં આવશે. સાથે સાથે રાજકપૂરનું જીવન-કવન ઉપરની એક પ્રદર્શની કેયુર અંજારિયાની ડીઝાઈન પ્રમાણે પ્રકાશ વાગડીયાના સહયોગથી ગોઠવવામાં આવી છે, જેનો વહેલા આવીને દર્શકો લાભ લઈ શકે એ માટે એન્ટ્રી 8 વાગે રાત્રે શરૂ થઈ જશે. પ્રદર્શન તેમજ સેલ્ફી પોઈન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટની જનતાને સૌ પ્રથમવાર આવો નોખો, અનોખો, નવતર, ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવો શો ફ્રીમાં માણવા મળશે. ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના આર્થિક સહયોગથી આ શોનું આયોજન કરવામાં આવેલું છે.
આ કાર્યક્રમના પાસ વિજયભાઈ કારિયા બીગ ટ્રી વિઝન કુાં., નિલકંઠ ઈલેકટ્રોનિક સામે, ભક્તિનગર સ્ટેશન પ્લોટ મો. 9879550105 પુષ્પાબેન રાઠોડ, પુજા હોબી સેન્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ અમીન માર્ગ મો. 9375705005, સુનીલભાઈ શાહ ઈકોનો બ્રીકીંગ, સ્ટાર ચેમ્બર પાસે, 11 પંચનાથ પ્લોટ, પંચનાથ કોલ્ડ્રિંક્સ પાસે, મો. 7990938947, હિમાંશુભાઈ ઠક્કર સૌરાષ્ટ્ર કમલમ 824, સ્ટાર ચેમ્બર હરિહર ચોક, પંચનાથ મંદિર પાસે મો. 9825211860 ખાતેથી તા. 27-2થી સવારે 11થી સાંજે 6 વિતરણ ચાલુ થશે.