મે મહિનાથી સશસ્ત્ર અથડામણમાં એક કંબોડિયન સૈનિકનું મોત થયા બાદ દક્ષિણપૂર્વ એશિયાઈ પડોશીઓ વચ્ચેના સંબંધોમાં તીવ્ર બગાડ થયો છે.
લેન્ડમાઇન્સમાં થાઈ સૈનિકો ઘાયલ થયા બાદ તણાવ વધ્યો
- Advertisement -
કંબોડિયાએ રાજદ્વારી સંબંધો ઘટાડ્યા, થાઈ રાજદૂતને હાંકી કાઢ્યા
બંને પક્ષો તાજેતરની સરહદ અથડામણ શરૂ કરવા માટે એકબીજા પર દોષારોપણ કરે છે
થાઈ સેનાએ જ જણાવ્યું હતું કે સૌથી વધુ મૃત્યુ સી સા કેટ પ્રાંતમાં થયાં છે. ત્યાં એક ગેસ સ્ટેશન પર થેયલા હવાઈ હુમલામાં છનાં મૃત્યુ થયાં હતાં. થાઈલેન્ડે કહ્યું છે કે તેણે કમ્બોડીયાનાં સૈન્ય મથકો પર જ હુમલા કર્યા છે. પરંતુ કમ્બોડીયાએ કહ્યું છે કે થાઈ જેટ વિમાનોએ પ્રાચીન પ્રીટ વિહાર મંદિર પાસેની એક સડક ઉપર બોમ્બ નાખ્યા હતા.
- Advertisement -
થાઈ સંરક્ષણ મંત્રાલય પ્રવક્તા સુરસંત કોંગસિરીએ કહ્યું કે ઓછામાં ઓછાં 6 ક્ષેત્રોમાં યુદ્ધ ચાલે છે. પહેલો સંઘર્ષ ગુરૂવારે સવારે થાઈલેન્ડના સુરીન પ્રાંત અને કમ્બોડીયાના ઓદ્ધાર-મીનસ પાંતની સીમા પર થયો હતો. જે પ્રાચીન મુએન થોમ મંદિર પાસે થયો હતો. આ વિવાદ 118 વર્ષથી જૂનો છે. જેમાં એક પર્વત ઉપર પ્રીટ વિહાર મંદિર છે. જે ભગવાન શિવનું મંદિર છે. યુનેસ્કોએ તેને વિશ્વવિરાસતમાં મુક્યું છે. આ મંદિર અને તેની પાસેના પર્વતીય વિસ્તાર ઉપર થાઈલેન્ડનો દાવો હતો. આ 11મી સદીનાં મંદિરનો મામલો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સુધી પહોંચ્યો. જેણે તે વિસ્તાર કમ્બોડીયાનો હોવાનું કહ્યું જે થાઈલેન્ડે સ્વીકાર્ય ગણ્યો પરંતુ આસપાસની ભૂમિ પોતાની છે તેમ કહ્યું (1959માં મામલો ઇ.કો.ઓફ જસ્ટીસમાં ગયો જેનો ચુકાદો 1962માં આવ્યો હતો.)