– રાષ્ટ્રપતિ જો બાઈડને હથિયારો પર પ્રતિબંધ મૂકવા તાત્કાલિક બેઠક બોલાવી
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સોમવારે આવી જ એક ઘટનામાં 3 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અંધાધૂધ ફાયરિંગની આ ઘટના અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલેમાં એક ક્રિશ્ચિયન સ્કૂલની અંદર બની છે.
- Advertisement -
28 વર્ષીય યુવતીએ કર્યું ફાયરિંગ
આ ઘટનાને 28 વર્ષની યુવતીએ અંજામ આપ્યો છે. પોલીસે ફાયરિંગ કરનાર યુવતીને ઠાર મારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગ બાદ બાળકોને સ્થાનિક વેન્ડરબિલ્ટની મોનરો કેરેલ જુનિયર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
United States | Three children were killed in a shooting at a private Christian school in Nashville, Tennessee, on Monday morning; suspect dead, Reuters reported citing local officials
— ANI (@ANI) March 27, 2023
- Advertisement -
પોલીસ સાથેની અથડામણમાં હુમલાખોર યુવતી ઠાર
હોસ્પિટલના પ્રવક્તા જ્હોન હાઉસરે જણાવ્યું કે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા. આ સિવાય વધુ 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ જે સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની તેમાં કુલ 200 બાળકો અભ્યાસ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર યુવતીએ સાઈડના દરવાજાથી બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો.
US: Biden calls Nashville shooting "sick", urges Congress to pass assault weapons ban
Read @ANI Story | https://t.co/5oXjUqwgrE#US #JoeBiden #Nashville #NashvilleCovenantSchool #Nashvilleshooting pic.twitter.com/beXDfGb1Ow
— ANI Digital (@ani_digital) March 28, 2023
રાષ્ટ્રપતિ બાઈડને બોલાવી બેઠક
આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને હુમલાના હથિયારો પર પ્રતિબંધ મૂકવા બેઠક બોલાવી છે. બાઈડને કહ્યું કે, અમે આ સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ. બંદૂકની હિંસાને રોકવા માટે વધુ પગલાઓ ભરવા પડશે. આવી ઘટનાઓ દેશની આત્માને ચીરી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ઘટનામાં શૂટર પાસે એક પિસ્તોલ અને બે AK-47 હથિયારો મળી આવ્યા છે.