આ ઘટના મિસિસિપી નદીની પૂર્વમાં આવેલા સૌથી મોટા યુએસ લશ્કરી મથક ફોર્ટ સ્ટુઅર્ટ ખાતે બની હતી, જ્યાં આર્મીનો 3જી ઇન્ફન્ટ્રી ડિવિઝન આવેલો છે. લોકડાઉન લાગુ થયાના અડધા કલાક પછી, શંકાસ્પદ શૂટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
જાનહાનિના અહેવાલ પછી બેઝ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો
- Advertisement -
લોકડાઉનના અડધા કલાકમાં શંકાસ્પદ શૂટરની ધરપકડ
ઘાયલોને વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હુમલાખોરની ધરપકડ
- Advertisement -
મીડિયા રિપોર્ટ મુજબ ઘાયલ સૈનિકોને વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૈનિકોની હાલત શું છે, તેની વિગતો સામે આવી નથી. હુમલાખોરે સેકન્ડ આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 10.56 કલાકે બની હતી. ફાયરિંગ બાદ આખી છાવણીને લોકડાઉન કરવામાં આવી હતી. ત્યારબાદ હુમલાખોરની 11.35 કલાકે ધરપકડ કરાયા બાદ અન્ય પરિસરમાંથી લોકડાઉન હટાવી દેવાયું છે. જોકે હજુ પણ સેકન્ડ એબીસીટીનો ભાગ બંધ છે. અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે, તેથી સામાન્ય પ્રજા પર કોઈ ખતરો નથી.
FBI-CBIએ શરૂ કરી તપાસ
ફોર્ટ સ્ટીવર્ડ પોલીસ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એન્જેલ ટૉમકો પહેલા કહ્યું હતું કે, એક સક્રિય હુમલાખોરની પુષ્ટી થઈ છે, જોકે તેમણે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. હાલ એફબીઆઈ અને આર્મી ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિવિઝન (સીઆઈડી) મળીને ઘટનાની તપાસ કરી રહ્યા છે.
ફોર્ટ સ્ટુઅર્ટમાં 10,000 લોકો રહે છે
ફોર્ટ સ્ટુઅર્ટ એ અમેરિકાનું થર્ડ ઈન્ફેન્ટ્રી ડિવિઝનનું હેડક્વાર્ટર કહેવાય છે. તે એક્ટિવ અને રિઝર્વ આર્મી યુનિટને તાલીમ આપવાનો મુખ્ય બેઝ છે. અહીં 10,000થી વધુ સૈનિકો અને તેમના પરિવારજનો, સિવિલ કર્મચારીઓ રહે છે. આ બેઝ સાથે લગભગ 25000થી વધુ લોકો જોડાયેલા છે. આ સ્થળ જ્યોર્જિયાના સવાના શહેરથી વગભગ 40 કિલોમીટર દક્ષિમ પશ્ચિમમાં આવેલું છે. આ ઘટના બાદ સેનાની આંતરિક સુરક્ષા પર સવાલ ઉભા થઈ ગયા છે. હજુ સુધી સેના કે પોલીસ દ્વારા કોઈપણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
અગાઉ લોસ એન્જલસમાં ગોળીબાર થયો હતો
આ પહેલા કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં એક વેરહાઉસ પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા લોકોની ઉંમર 26થી 62 વર્ષની વચ્ચે હતી. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.