જૂનાગઢ ભારતી આશ્રમમાં સાધુ-વિવાદનો સિલસિલો યથાવત
મહામંડલેશ્ર્વર મહાદેવ ભારતીએ ત્રાસ આપનારા 5 શખ્સોના નામ ખોલ્યા
- Advertisement -
પોલીસની જુદી જુદી ટીમ દ્વારા ગુમ થયેલાં મહંતની શોધખોળ શરુ
મહાદેવ ભારતીએ ગિરનારના જંગલમાં જીવન ટૂંકાવવાનો નોટમાં ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહામંડલેશ્વરની પદવી એપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા છે. સ્યુસાઈડ નોટમાં લઘુ મહંતે પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ કરી તેઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભરી રહ્યા છે. કોઈને કોઈ કારણ સબબ ત્રાસ આપવામાં આવતો હોવાથી જૂનાગઢને બદલે ભારતી આશ્રમની અલગ-અલગ જગ્યાઓમાં ઘણા સમયથી ફરી રહ્યા છે. ત્યાં પણ ત્રાસ આપવામાં આવતા ભારતી આશ્રમ સાથે સંકળાયેલા આઠ લોકોને સ્યુસાઈડ નોટ મોકલી ગુમ થઈ જતા પોલીસ ધંધે લાગી છે. ભારતી આશ્રમ વધુ એકવાર વિવાદમાં આવ્યો છે. અગાઉ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી પોતે ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમને લઈ વિવાદ થયો હતો હવે લઘુ મહંત સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ જતા ફરી નવો વિવાદ સર્જાયો છે. આશ્રમમાં રહેતા અને વહિવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- Advertisement -
મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહિવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન, સીસીટીવી ફુટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરવામાં આવી રહી છે. સવારથી અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સમગ્ર મામલે મહાદેવ ભારતીના ગુરૂ હરિહરાનંદ ભારતીએ કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો છે.
ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહાદેવ ભારતીએ સ્યુસાઇડ નોટમાં શું લખ્યું
ભારતી આશ્રમના લઘુ મહંત અને મારી મહા મંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, હું બધાના ત્રાસથી મારૂ જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારૂ જીવન પુરૂ કરૂ છું, એવી ઈચ્છા છે કે મારે મારૂ શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગર્લી પશુઓને કામ આવે એટલા માટે જંગલમાં જઈ રહ્યું છું, કદાચ મારૂ શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધી ન આપતા અને દેહદાન કરી દેજો. કેમ કે, મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે, સિવીલમાં ફોર્મ ભરવું હતું પરંતુ શક્ય ન બનતા સંજયભાઈ સાથે ફોનમાં વાત કરી છે અને તેનું રેકોર્ડીંગ પણ છે. હિર્તેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ પણ મહાદેવ ભારતીને માનસિક ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા મારા જેવાનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે તેવી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાઓને અપીલ કરી છે. મારા આ કેસની તપાસ થાય અને દોષીતોને સજા મળે તેવી આશા વ્યક્ત કરી છે.
સ્યુસાઇડ નોટમાં જેમના
નામનો ઉલ્લેખ છે તેવા પાંચ લોકો
1, હિતેષ ઝડફીયા
2, કૃણાલ શીયાણી
3, પરેશ ઉર્ફે પરમેશ્ર્વર ભારતી
4, અમદાવાદના નિલેશભાઈ ડોડીયા
5, રોનક સોની



