જીવનનગરમાં શિવરાત્રિ પર્વમાં એક હજાર શ્રદ્ધાળુઓએ ફરાળમાં ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શિવરાત્રિ મહોત્સવ ભાવપૂર્વ ઉજવણી કરી સંપન્ન થયો હતો. મંદિરમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ફરાળના પ્રસાદનો લાભ લીધો હતો. પરોઢથી મોડી રાત્રિ સુધી માનવ મહેરામણ ઉમટી પડી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયાએ મહોત્સવનું ઉદ્દઘાટન કરી ભગવાન શિવની આરતીમાં ભાગ લીધો હતો. તેમણે સમિતિ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે તેનું લક્ષ માનવતાવાદી હોય હરહંમેશા આવવાનું ગમે છે. જાથાના જયંત પંડયાના નેતૃત્વથી સોસાયટીને મહત્તમ ફાયદો થયો છે.
મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયાએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ આ મહાદેવધામમાં સેવાકીય, રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રહીશોની એકતાના દર્શન જીવનનગરમાં જોવા મળે છે. તેમણે પર્વની શુભેચ્છા પાઠવી હતી. મહેમાનપદે ભાજ5ના આગેવાનો ટાઉન પ્લાનીંગના ચેરમેન ચેતનભાઈ સુરેજા, પૂર્વ ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભાજ5ના મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, શ્યામભાઈ વિગેરેએ મહાઆરતી, દિપમાલામાં ભાગ લીધો હતો.
મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, ભક્તિબેન ખખ્ખર, વાસંતીબેન, હંસાબેન ચુડાસમા, યોગીતાબેન જોબનપુત્રા, કીર્તિબેન અંબાસણા, સમિતિના વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ, અનંતરાય ગોહેલ, સંજય ધકાણ, દિલીપ ચૌહાણ, વિપુલ પંડયા, કેતન મકવાણા, અશોકભાઈ વાઘેલા, અંકલેશ ગોહિલ, રમેશ પરમાર, પ્રકાશ મનસુખભાઈ સહિત કાર્યકરોએ ભાગ લીધો હતો.



