શિવ મહાપુરાણ કથાનું 25 માર્ચથી 2 એપ્રિલ સુધી ભવ્ય આયોજન કરાયું
3 એપ્રિલે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 51 નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લોધીકા તાલુકાના પાળ ગામે જખરાપીર હિન્દવાપીર દાદાની જગ્યા પાળધામે 25 માર્ચથી 3 એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ 25 માર્ચને મંગળવારથી થશે જે 2 એપ્રિલને બુધવાર સુધી ચાલશે. કથાનો સમય સવારે 9થી 12 અને બપોરે 3થી 6 કલાકનો રહેશે શિવમહાપુરાણ કથામાં મુખ્ય વક્તા તરીકે પાલનપુરવાળા મહંત ક્ષિપ્રાગીરીજી મહારાજ રહેશે. તેમજ કથામાં આવતા તમામ ઉત્સવો વેશભુષા સાથે ઉજવાશે તેમ ડોડીયાવાળા જયંતિભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ છે. 25 માર્ચને મંગળવારે જખરાપસર દાદા મંદિર જયંતિ મહોત્સવ નવકુંડી મહાયજ્ઞ સવારે 7 કલાકે યોજાશે અને જખરાપીર દાદા તથા મામા સાહેબને બાવનગજ ધજા તેમજ ચાદર ચડાવવાનો મહોત્સવ બપોરે 1 કલાકે યોજાશે.
26 માર્ચને બુધવારે ભક્તિમય નાટક ખોડિયારનો ખમકારો તરવડાવાળા અને પાળીયાદ ગ્રૃપના બહુચર ભવાઇ મંડળ દ્વારા ભજવાશે જેમાં લાલભાઇ વ્યાસ, મનુભાઇ વ્યાસ, ગૌતમભાઇ વ્યાસ, નિલેષભાઇ વ્યાસ, વલ્લભભાઇ વ્યાસ અને કોમેડી કિંગ રમેશ ભગત અને ગૌતમ ભગત પોતાની કલા રજૂ કરશે. 28 માર્ચને શુક્રવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પૂનમ ગોંડલીયા, ખીમજીભાઇ ભરવાડ, રાહુલ કડીવાલા અને નેન્સીબેન પટેલ ગ્રુપના કલાકારો હાજર રહી લોકોને મનોરંજન કરાવશે. 31 માર્ચને સોમવારે 24 કલાક અખંડ માતાજીના માંડવાનું આયોજન કરાયુ છે જેમાં રાવળદેવ તરીકે ધર્મેશભાઇ રાવળ રહેશે. 3 એપ્રિલને ગુરુવારે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ યોજાશે જેમાં 51 નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે. આ ઉપરાંત 3 એપ્રિલને ગુરુવારે બપોરે 11 કલાકે ભાવિકો અને ઉપસ્થિત મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. પાળ, મવડી, જસવંતપુર, રાવકી, ઢોલરા અને કાંગસીયાળી 6 ગામે ધુમાડાબંધ રહેશે અને મહાપ્રસાદનો લાભ લેશે. તેમજ કથા દરમિયાન ભક્તો માટે 24 કલાક અન્નપૂર્ણ ભોજન પ્રસાદ ચાલુ રહેશ અને બટુક ભોજન કરાવાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં તમામ ભાવિકોને પધારવા માટે આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. વેબસાઇટ ૂૂૂ. ષફસવફિાશમિફમફ.જ્ઞલિ, યુટ્યુબ ચેનલ ષફસવફિાશમિફમફ અને ધાર્મિક ટીવી ચેનલ લક્ષ્ય ટીવી પર શિવ મહાપુરાણ કથા તેમજ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો લાઇવ નિહાળી શકાશે.
શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞના વિવિધ ધાર્મિક કાર્યક્રમ
25 માર્ચ-કથા મહાત્મય
26 માર્ચ-શિવલીંગ મહાત્મય
27 માર્ચ-નમ:શિવાય મંત્રનો મહિમા
ક્ષ 28 માર્ચ-ભસ્મ મહાત્મય,
રૂદ્રાક્ષ મહાત્મય
29 માર્ચ-બિલ્વપત્ર મહાત્મય,
સતી પ્રાગ્ટય
30 માર્ચ-શિવ પાર્વતી વિવાહ
31 માર્ચ-ગણેશ પ્રાગ્ટય,
કાર્તિકેય પ્રાગ્ટય
1 એપ્રિલ-બાર જ્યોર્તિલીંગ કથા
2 એપ્રિલ-શિવ મહાપુરાણ પૂર્ણાહુતિ