- શિવયાત્રા મવડી પ્લોટમાં આવેલા વિશ્ર્વેશ્ર્વર મહાદેવ ખાતેથી શરૂ થઈ રૈયા ગામ ખાતે સમાપન થશે
ખાસ-ખબર સંવાદદાતા
સતત પાંચમા વર્ષે દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 9ના બપોરે 2-30 કલાકે શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય રથયાત્રામાં આ વર્ષે સોમનાથ મહાદેવના દર્શન થશે. શિવરથ યાત્રા દરમિયાન તમામ ભક્તજનોને પ્રસાદીરૂપે રૂદ્રાક્ષના પારા તથા રથયાત્રા બાદ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શિવ રથયાત્રા મવડી પ્લોટમાં આવેલા વિશ્ર્વેશ્ર્વર મહાદેવ ખાતેથી શરૂ થઈ રાજનગર, નાના મવા કેકેવી, ઈન્દિરા સર્કલ, રૈયા ચોકડી, બાપા સીતારામ ચોકથી રૈયાગામ ખાતે પૂર્ણ થશે.
આ શિવ શોભાયાત્રાને પરષોત્તમભાઈ રૂપાલા પ્રસ્થાન કરાવશે. ડો. મનીષગીરી કાન્તીગીરી ગોસ્વામી, સંજયગીરી બચુગીરી ગોસ્વામી, રાજેશગીરી ઈશ્ર્વરગીરી ગોસ્વામી, હસમુખગીરી ગોપાલપુરી ગોસ્વામી, લતેશપુરી ગંગાપુરી ગોસ્વામી, નરેન્દ્રગીરી પરષોત્તમગીરી ગોસ્વામી, કનકપુરી જયસુખપરી ગોસ્વામી, મયુરજતી હસમુખજતી ગોસ્વામી, સંજયગીરી મનસુખગીરી ગોસ્વામી, ઉજેશભાઈ દેશાણી, બાલકૃષ્ણભાઈ અમરદાસજી ગોંડલીયા, તીર્થગીરી રાજેશગીરી ગોસ્વામી આ રથયાત્રા નિમિત્તે ‘ખાસ-ખબર’ કાર્યાલયની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા.
- Advertisement -
આ રથયાત્રાને સફળ બનાવવા માટે સંજયગીરી ગોસ્વામી, રાજેશગીરી ગોસ્વામી, હસમુખગીરી ગોપાલગીરી, નરેન્દ્રગીરી તેમજ મયુરજતી હસમુખજતી ગોસ્વામી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.