ગીર ગઢડા, કોડીનાર તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.15
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલો શિંગોડા ડેમ 100% ભરાયો છે. આ ડેમની હાલની જી.ટી.એસ સપાટી 141.58 મીટર છે. ઉંડાઇ 18.80 મીટર તેમજ લાઇવ જથ્થો 36.06 એમ.સી.એમ છે અને કુલ જથ્થો 36.40 એમ.સી.એમ છે. હાલ શિંગોડા ડેમ 100% ભરાયેલો છે. શિંગોડા ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમનું નિર્ધારીત 141.58 મીટર લેવલ જાળવવા માટે શિંગોડા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂૂરિયાત ઊભી થશે. જેથી નીચાંણવાળા ગીર ગઢડા તાલુકાના જામવાળા અને કંસારીયા, કોડીનાર તાલુકાના ઘાટવડ, સુગાળા, છાછર, કરેડા, ગોવિંદપુર, ભંડારીયા, દુદાણા, નાના ઇંચવડ, કોડીનાર, ચૌહાણની ખાણ અને મુળદ્વારકા ગામના લોકોએ નદીની આસપાસ અવર-જવર ન કરવા તેમજ સાવચેત-સલામત રહેવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -



