ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ દેશના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’મેરી માટી, મેરા દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. આજથી શરૂ થતાં આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે.
’મેરી માટી, મેરા દેશ’ અન્વયે 9 થી 30 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી સમગ્ર રાષ્ટ્ર દેશ ભક્તિના રંગે રંગાશે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વેરાવળના કુલ 53 ગામ, ઉનાના કુલ 77 ગામ, ગીરગઢડાના કુલ 58, સુત્રાપાડાના 47, તાલાલાના 44, કોડીનારના 52 એમ કુલ 331 ગામમાં શિલાફલકમની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત તમામ ગામમાં વૃક્ષારોપણની કામગીરી પણ પૂરઝડપે ચાલુ છે. આ કાર્યક્રમમાં દરેક ગામમાંથી કળશમાં માટી લઈ તાલુકા મથકે લઇ જવાશે.