ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વામી વિવેકાનંદ કહે છે, “આપણે એવા શિક્ષણની જરૂર છે જેથી ચારિત્ર્ય ઘડતર થાય, માનસિક શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને દેશના યુવાનો પોતાના પગ પર ઊભા રહેતા શીખે” આ કાર્ય મુખ્યત્વે શિક્ષક જ કરી શકે છે અને આ માટે જરૂરી છે કે શિક્ષકને તેમની ભૂમિકાથી વાકેફ કરવા.
- Advertisement -
આ બાબતને ધ્યાનમાં લેતા રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના રોજ સવારે 8:30 થી બપોરે 12:30 દરમિયાન એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિક્ષિતભાઈ પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે તથા સંબોધન કરશે. આ ઉપરાંત લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરાના ભૂતપૂર્વ કુલપતિ ડો. ભદ્રાયુભાઈ વછરાજાની તથા શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી પોતાના વક્તવ્યો રજૂ કરશે. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર તથા ઓડિયો-વિઝ્યુયલ પણ સમાવિષ્ટ રહેશે. સેમિનારમાં જોડાવા ઇચ્છુક શિક્ષકો, આચાર્યો તથા શિક્ષણવિદો કાર્યક્રમના સ્થળે સવારે 8:00 વાગ્યે નોંધણી કરાવી શકશે.