શિક્ષા મંડલ આપણને સમજાવે છે કે શિક્ષ્ાણ ભલે દરેક સમાજની પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત હોય પણ ધંધા યે બહુત ગંદા હૈ…
પરમ કૃપાળુ દેશનેતાઓની અનહદ કૃપાથી આપણા દેશમાં પણ શિક્ષ્ાણ (સારવારની જેમ) ધંધો બની ગયાને બે દશકા જેવો સમય થવા આવ્યો છે. માન્યું કે એ સમયની જરૂરિયાત હશે પણ તમે અને હું જાણીએ છીએ કે આપણને સ્કૂલમાં ભણાવતાં માસ્તર નજીવી ફી લઈને સાંજે તેમના ઘરે ટયુશન આપતાં – એ ખરેખર તો એક નિર્મળ યુગ હતો. આજે તો રાજકારણ જેવા જ ષડયંત્રો તેમજ વાદા-ખિલાફી શિક્ષ્ાણ તંત્રનો મંત્ર બની ગયો છે. એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થયેલી છ કલાક જેવી ખાસ્સી લાંબી વેબસિરિઝ શિક્ષ્ાા મંડલ વેબસિરિઝ આપણી સારવાર કરતાં ડોકટરોના મેડિકલ શિક્ષ્ાણમાં ચાલતાં લોચા-લાપસીની વાત જ કરે છે. બેશક, વેબસિરિઝનું લોકાલ ભોપાલ, ઈન્દોર એટલે કે મધ્યપ્રદેશનું છે. એ બિહારનું પણ હોય શકે છે અને ગુજરાતનું પણ..
- Advertisement -
મેડિકલના અભ્યાસ માટે હાયર સેક્ધડરી પછી મેડિકલની એન્ટ્રસ એકઝામ આપવી પડે છે અને એ પાસ ર્ક્યા પછી જ મેડિકલની વિવિધ શાખાઓમાં એડમિશન મળતું હોય છે. મેડિકલ એન્ટ્રન્સની આવી એકઝામ પાસ કરવા માટે નબળા, ઠોઠ અને બેદરકાર તેમજ નક્કામા કહી શકાય તેવા શ્રીમંતોના નબીરાઓની અવેજીમાં હોંશિયાર વિદ્યાર્થી (તેની બદલે) એકઝામ આપે એવું રેકેટ દેશમાં અનેક સ્થળે ચાલે છે અને એ કાવતરાંઓ બે્રકીંગ ન્યુઝ બની ચૂક્યા છે. આવી સાચી ઘટનાઓ પર આધારિત શિક્ષ્ાા મંડલ સિરિઝમાં ઠોઠની જગ્યાએ કાબેલ વિદ્યાર્થીઓને પરીક્ષ્ાામાં બેસાડવા માટે ચાલતી પ્રેશર ટેકનિક, બ્લેક મેઈલિંગ, ગૂંડાગિરી અને આખું નેક્સસ કેવી ક્રૂરતાથી કામ કરતું હોય છે, તેનો ચિતાર છે. અહીં આદિત્ય ટયૂશન કલાસીસ અને શર્મા ટયૂશન કલાસીઝને બેઈઝ બનાવીને આખું ચેપ્ટર ઉજાગર કરવામાં આવ્યું છે. મેડિકલ એન્ટ્રન્સ એકઝામનું રિઝલ્ટ આવવાનું છે એ જ દિવસે આદિત્ય કલાસીસના સંચાલક આદિત્ય રાય (ગુલશન દેવૈયા) ની બહેન વિદ્યા ગૂમ થઈ જાય છે અને ખબર પડે છે કે પરીક્ષ્ાામાં વિદ્યા હાજર રહી જ નહોતી… એ જ અરસામાં વિપક્ષ્ાના નેતાના પુત્રની લાશ મળે છે અને ગરમાટો ઠારવા માટે ગૃહમંત્રી મડર ર્ર્ર્ર્કેસની તપાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ની ઈન્સ્પેકટર અનુરાધા સીંઘ (ગૌહર ખાન) ને સોંપે છે. ભાઈ આદિત્ય બહેન વિદ્યાની તલાશ કરે છે અને એસટીએફની ટીમ પોતાની રીતે કામ કરે છે. એ દરમિયાન ખબર પડે છે કે એકની બદલે બીજાને પરીક્ષ્ાામાં બેસાડી દેવાનું આખું રેકેટ શર્મા કલાસીસમાંથી ચાલી રહ્યું છે અને તેમાં માથાભારે ગોપાલક અને તબેલા-સ્વામી ઘાંસુ યાદવ (પવન મલ્હોત્રા) સામેલ છે… શિક્ષ્ાા મંડલ વેબસિરિઝમાં આ ઉપરાંત ઘણું બધું બને છે અને પ્રમાણમાં એ ઈન્ટરેસ્ટીંગ છે. વિદ્યા ક્યાં ગુમ થઈ ગઈ ? તેનું અપહરણ થયું કે તેણે સ્યૂસાઈડ ર્ક્યો છે ? રાજનેતાના પુત્રની હત્યા શા માટે થઈ ? હોંશિયાર વિદ્યાર્થીઓને ડ્રોપ લઈને બીજા માટે પરીક્ષ્ાા આપવા માટે કેવી રીતે મજબુર કરવામાં આવે છે ? આવા કારસ્તાનથી કેવી રીતે ફાલતું લોકો ડોકટર બની જાય છે… એ બધું જ શિક્ષ્ાા મંડલ માં દેખાડવામાં આવ્યું છે. સૈયદ અફઝલ અહમદ નિર્દેશીત સિરિઝમાં ગુલશન દેવૈયા, પવન મલ્હોત્રા અને ગૌહર ખાન જેવા જાણીતા ચહેરા છે પણ એસટીએફની ઈન્સ્પેકટર અનુરાધા તરીકે ગૌહર ખાનના પાત્ર અને કામમાં કોઈ ભલીવાર નથી પણ તેનો દોષ રાઈટર ટીમને આપવો જોઈએ. પવન મલ્હોત્રા (બ્લેક ફ્રાઈડેના ટાઈગર મેમણ) ને ઘાંસુ યાદવના કિરદારમાં જોવાની મજા આવે છે. ડૉ. નન્હે (કુમાર સૌરભ) નું પાત્ર પણ મજેદાર છે. ઓવરઓલ, શિક્ષ્ાા મંડલ આપણને સમજાવે છે કે શિક્ષ્ાણ ભલે દરેક સમાજની પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત હોય પણ ધંધા યે બહુત
ગંદા હૈ…
જોગી : શીખોનો મસીહા…
ધ કાશ્મીર ફાઈલ્સ પછી શીખ વિરોધી તોફાન પર ધ દિલ્હી ફાઈલ્સ વિવેક અગ્નિહોત્રી બનાવે ત્યારની વાત ત્યારે પણ ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં થયેલી શીખોની કત્લેઆમને ફોક્સ કરીને અલી અબ્બાસ ઝફરે (સુલતાન, ભારત, ટાઈગર ઝિંદા હૈ ના ડિરેકટર) બનાવેલી જોગી ફિલ્મ ડાયરેકટ નેટફલિક્સ પર સ્ટ્રીમ થઈ છે અને એ એક સરસ ફિલ્મ છે પણ ધ કાશ્મીર ફાઈલ્સ ની જેમ તે વાઈરલ થાય તેવી શક્યતા નથી કારણ… તમે જાણો છો.
- Advertisement -
એની વે, 1981 માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી ત્રણ દિવસ સુધી ચાલેલાં શીખ-સંહાર પર આધારિત જોગી એક કાલ્પનિક કહાણી છે અને અલી અબ્બાસ ઝફર તેમજ રાઈટર સુખમની સદાનાની એ કાબેલિયત છે કે આખી ફિલ્માં ઈન્દિરા ગાંધી કે તેમની હત્યા તો શું, ઈવન પ્રાઈમ મિનિસ્ટરની હત્યા થયાનો સુધ્ધાં ઉલ્લેખ નથી. માત્ર ત્રણ ગન શોટના અવાજથી જ ડિરેકટરે કહેવાનું કહી દીધું છે… એ દુર્ઘટના પછી તેનાથી સાવ અજાણ એવા દિલ્હીના શીખો (ખાસ કિરીને તિલકપુરીના) પર નફરત-તિરસ્કાર સાથે જીવલેણ હુમલા થવા માંડે છે ત્યારે જોગી આસપાસના શીખ પરિવારને કઈ રીતે સલામત રાખે છે, તેની કથા જોગી ફિલ્મની છે. અગાઉ કહ્યું તેમ, ફિલ્મ સરસ છે. પટકથાના વળવળાંક છેલ્લે સુધી કુતૂહલને જીવંત રાખે છે. કોમર્શિયલ ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં નર્સોને બચાવતા ટાઈગરને દેખાડનારા અલી અબ્બાસ ઝફરમાં એ સૂઝ છે કે જોગી કોમર્શિયલ કે એન્ટરટેઈનર નથી એટલે જોગી એકદમ વાસ્તવિક રીતે શીખોને બચાવે છે, એવું તેમણે દેખાડયું છે. જોગી માં કશું લાર્જર ધેન લાઈફ નથી અને એટલે જ જોગી (જોગીન્દર) તરીકે દલજીત દોસાંજને તેમણે કાસ્ટ ર્ક્યા છે. જોગી પોતાની પાઘડી, વાળ અને શીખની ઓળખ જેવું કડું કાઢી નાખીને દેખાવ બદલી નાખે છે, એ શ્યો જોગી ફિલ્મની હાઈલાઈટ જેવા છે. સાર્થક સિનેમા પસંદ હોય તો જોઈ લેવું…