મહિલાઓને લગતા ઘરેલુ હિંસા, બળાત્કાર, પોક્સો હેઠળ દાખલ થતા ગંભીર બનાવો ન બને તેવા હેતુથી કરાયુ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
પો.કમી.રાજુ ભાર્ગવ નાઅધ્યક્ષ સ્થાને તથા અધિક પો.કમી.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પૂજા યાદવ નિ ઉપસ્થિતિમાં પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તેમજ SHE TEAM દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સુરક્ષા જાગૃતી માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.આજના આ રેલીના કાર્યક્રમમાં મહે.પો.કમી.તરફથી આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મહિલાઓને લગતા ઘરેલુ હિંસા,બળાત્કાર, પોક્સો હેઠળ દાખલ થતા ગંભીર બનાવો ન બને અને શહેરમાં મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છિય બનાવ ન બને તેમજ મહિલાઓની સુરક્ષા જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવેલ હતું. તથા હાલ રાજકોટ શહેરમાં જે SHE TEAM કાર્યરત છે તેમના માટે મહે.પો.કમી.નાઓ દ્વારા એક યુનિફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. SHE TEAMની એક અલગ ઓળખ બની રહે તે હેતુથી આ ડ્રેસકોડ તૈયાર કરવામાં આવેલ છે. આજ પછી આ યુનિફોર્મમાં જ સજ્જ થઈ SHE TEAM પોતાની ફરજ બજાવશે. જેથી શહેરના દરેક વિસ્તાર SHE TEAMની કામગીરીથી વાકેફ થઈ શકે તેમજ હાલ જે SHE TEAM કાર્યરત છે તેમને વધુ સારી કામગીરી કરવા સારુ પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.