વીરગતિ પામેલા ક્ષત્રિય રાજપૂત શહીદ વીરોને પુષ્પાંજલિ અને વીરવંદના કરવામાં આવી
રામનાથપરામાંથી નીકળેલી પદયાત્રા મહાકાળી માના મંદિરે પૂર્ણ થઈ
- Advertisement -
રાજકોટ ખાતે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર આયોજિત વિજયા દશમી નિમિતે પરંપરાગત શસ્ત્ર પૂજન તથા વીરાંજલી શહીદ વંદના કાર્યક્રમ શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત વાડી ખાતે યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત આગેવાનો અને યુવા બંધુઓએ ભાગ લીધો હતો. દીપ પ્રાગટય થયા પછી શાસ્ત્રોક્ત વૈદિક પદ્ધતિથી શસ્ત્ર પૂજન થયું હતું. બાદમાં દેશની સીમાઓ પર બલિદાન આપીને વીરગતિ પામેલા ક્ષત્રિય રાજપૂત શહીદ વીરોને પુષ્પાંજલી અને વીરવંદના કરવામાં આવી હતી.
શસ્ત્ર પૂજન પૂર્ણ થયા પછી પદયાત્રા કરી શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે દર્શન કરીને શ્રી રામનાથ મહાદેવ ના સાનિધ્યમાં કાર્યક્રમની પુર્ણાહુતી થઈ હતી. આ કાર્યક્રમ રાજપૂત અગ્રણી મહેશસિંહ રાજપૂત, રમેશસિંહ ચૌહાણ, ધીરુભા ડોડીયા, ચંદુભા પરમાર, રણજીતસિંહ દાહીમા, બલદેવસિંહ સિંધવ, ઉદયસિંહ જાદવ, વિનુભા સિંધવ, અજયસિંહ પરમાર, કિશોરસિંહ રાઠોડ, રમેશસિંહ ચાવડા, દોલુભા બારડ, રમેશસિંહ ચાવડા(ઇગલ), જયેશસિંહ ડોડીયા, પ્રફુલસિંહ ડોડીયા, ગજુભા ડોડીયા, સંજયસિંહ પરમાર, ભૂપતસિંહ બાબરીયા, સહદેવસિંહ ડોડીયા, સંદીપસિંહ ડોડીયા, મયુરસિંહ હેરમા, કાનાજી ચૌહાણ, અશ્વિનસિંહ ડોડીયા, જીગ્નેશસિંહ ડોડીયા, પ્રવિણસિંહ સિંધવ, યુવરાજસિંહ ડોડીયા, અજીતસિંહ પરમાર, ભૂપતસિંહ જાદવ, કિશોરસિંહ ડોડીયા, ચંદ્રસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, વશરામસિંહ પરમાર, જયદીપસિંહ ડોડીયા, ભાવસિંહ ઓરા, રાકેશસિંહ રાઠોડ, જનકસિંહ રાજપૂત વગેરે યુવા કાર્યકરો જોડાયા હતા.