શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર લીલા રંગમાં અને બાકીની 10 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા.
ભારતીય શેરબજાર આજે ફરી એકવાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. મંગળવારે શેરબજાર ખૂબ જ મામૂલી વધારા સાથે ખુલ્યું. સપ્તાહના બીજા દિવસે, ધનતેરસના નિમિતે BSE સેન્સેક્સ 32.16 પોઈન્ટના વધારા સાથે 80,037.20 પોઈન્ટ પર ખુલ્યો જ્યારે NSE નિફ્ટી 50 માત્ર 77.75 પોઈન્ટના વધારા સાથે 24,328.85 પોઈન્ટ પર ખુલ્યો.
- Advertisement -
લીલા નિશાનમાં ખુલ્યા સેન્સેક્સની 20 કંપનીના શેર
આજે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સની 30 કંપનીમાંથી 20 કંપનીના શેર લીલા નિશાનમાં અને બાકીની 10 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા. જ્યારે નિફ્ટી 50ની 50 કંપનીઓથી 32 કંપનીના શેર લીલા નિશાનમાં અને 14 કંપનીના શેર લાલ નિશાનમાં ખુલ્યા જ્યારે 4 કંપનીઓના શેર કોઈ ફેરફાર વગર ખુલ્યા.
એનટીપીસીના શેરમાં સૌથી વધુ ઉછાળો
- Advertisement -
આજે મંગળવારે, સેન્સેક્સ માટે NTPCના શેર સૌથી વધુ 2.01 ટકાના વધારા સાથે ખુલ્યા. આ સિવાય સન ફાર્મા 1.02 ટકા, એક્સિસ બેન્ક 0.79 ટકા, ટાટા મોટર્સ 0.71 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.63 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.60 ટકા, ICICI બેન્ક 0.57 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.57 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.56 ટકા, ઇન્ડસ બેન્ક 0.56 ટકા, અદાણી પોર્ટ્સના શેર 0.52 ટકાના વધારા સાથે ખુલ્યા. આ સિવાય ટાટા સ્ટીલ, ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર પણ ઉછાળા સાથે ખુલ્યા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક મહિન્દ્રા બેંકના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા.
ઇન્ફોસિસમાં મોટો ઘટાડો
બીજી બાજુ, ઇન્ફોસિસના શેર સૌથી વધારે 1.03 ટકાના ઘટાડા સાથે ખુલ્યા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.76 ટકા, એચડીએફસી બેન્ક 0.53 ટકા, ભારતી એરટેલ 0.35 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.31 ટકા, ટીસીએસ 0.07 ટકા, મારુતિ સુઝુકી 0.02 ટકા, પાવરગ્રીડ 0.02 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.02 ટકા અને બજાજ ફિનસર્વના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
સોમવારે લીલા નિશાનમાં બંધ થયું હતું શેરબજાર
જણાવી દઈએ કે સોમવારે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ગઈ કાલે લાંબા સમય પછી એવું બન્યું કે શેરબજાર લીલા રંગમાં ખુલ્યું અને બંધ પણ લીલામાં થયું. અગાઉ, બજાર એ જ પેટર્નને અનુસરી રહ્યું હતું જેમાં લીલા નિશાનમાં ખુલ્યા બાદ તે લાલ નિશાનમાં મોટા ઘટાડા સાથે બંધ થઈ રહ્યું હતું.