સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market) માં કારોબારની શરૂઆત (Opening Bell) તેજી સાથે થઇ છે. સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારમાં શાનદાર વૃદ્ધિ જોવા મળી. મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 672.44 પોઈન્ટ વધીને 59,813.67 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE નિફ્ટી 187.75 પોઈન્ટ વધીને 17,810 પોઈન્ટે પહોંચ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30માંથી 30 શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સૌથી મોટો ઉછાળો બેંકિંગ શેરોમાં જોવા મળ્યો છે.
- Advertisement -
આ બેંકોમાં INDUSINDBK, BAJAJFINSV, BAJFINANCE, AXISBANK, TITAN અને ICICIBANKના શેરમાં 3 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય બજારને વૈશ્વિક બજારનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વની બેઠક પહેલા બે દિવસથી સતત ઘટાડા પર અમેરિકી બજાર ડાઉન થયું હતું. ડાઉ જોન્સ 197 પોઈન્ટ વધીને 31,020 પર જ્યારે નૈસ્ડેક 87 પોઈન્ટ વધીને 11,535ના સ્તરે પહોંચ્યો છે. અમેરિકા સહિત એશિયન બજારોમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 130 પોઈન્ટના વધારા સાથે 17,750ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.
ત્રણ દિવસના ઘટાડા પર લાગી હતી બ્રેક
વૈશ્વિક બજારોમાં નબળાઈ છતાં, સ્થાનીય શેરબજારમાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી થઇ રહેલો સતત ઘટાડો સોમવારે અટકી ગયો હતો. BSE સેન્સેક્સ 300 પોઈન્ટથી ચઢીને બંધ રહ્યો હતો. બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ડેઇલી યુઝ પ્રોડક્ટ કંપનીઓ (MMCG)ના શેરમાં ખરીદીના કારણે બજારમાં તેજી આવી હતી. 30 અંકો પર આધારિત BSE સેન્સેક્સ શરૂઆતના આંચકામાંથી રિકવર થઇને 300.44 પોઇન્ટ એટલે કે 0.51 ટકા વધીને 59,141.23 અંક પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 91.40 અંક એટલે કે 0.52 ટકાના વધારા સાથે 17,622.25 પર બંધ થયો હતો.
- Advertisement -
બજારમાં ઉતાર-ચઢાવની સંભાવના
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું કે, ‘અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દ્રારા દરોની જાહેરાત થાય એ પહેલાં વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવની સંભાવના છે. આ સાથે ફુગાવાના તાજેતરના આંકડા અનુમાનથી ઉપર છે.’ તેઓએ કહ્યું કે, ‘વ્યાજ દરમાં આક્રમક વધારો થવાની સંભાવના છે અને તેના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી નાણાં ઉપાડી શકે છે.’ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના રિટેલ સંશોધનના પ્રમુખ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું કે, અમેરિકી કેન્દ્રીય બેંકના પોલિસી રેટ પર 21 સપ્ટેમ્બરે યોજાવા જઇ રહેલી બેઠક પહેલા બજાર મર્યાદિત રેન્જમાં વેપાર કરી શકે છે.