અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે અને બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા.
રેકોર્ડબ્રેક શરૂઆત બાદ શેરબજારે ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. રેકોર્ડબ્રેક શરૂઆત બાદ શેરબજારે ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજારે તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિફ્ટીએ પ્રથમ વખત 25,900 તો સેન્સેક્સે પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે. સેન્સેક્સ હવે 84843.72ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે અને નિફ્ટીએ પણ 25,903 સુધી પહોંચીને રેકોર્ડ બનાવ્યો છે.
- Advertisement -
અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ-નિફ્ટીએ રેકોર્ડબ્રેક શરૂઆત કરી હતી. ગયા શુક્રવારે સેન્સેક્સ 84694ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો અને નિફ્ટી 25,849ની સર્વોચ્ચ ટોચે પહોંચીને બંધ થયો હતો. નિફ્ટી બેન્ક નજીવો ઉછાળો જોવા મળ્યો હતો, સાથે જ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલ, એચડીએફસી લાઇફ, ગ્રાસિમ ટોપ ગેઇનર્સમાં હતા. તે જ સમયે, વોડાફોન આઈડિયામાં પણ લગભગ 6% વધારો જોવા મળ્યો હતો.
શેરબજારમાં પ્રારંભિક ઉછાળા વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, SBI, ગ્લેનમાર્ક, NIACL અને ગોદરેજ ઇન્ડિયાના શેરમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ સ્મોલ કેપ કંપનીના HLV લિમિટેડ, SBFC શેર, VMart શેર અને DBL શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
- Advertisement -