સહિયર રાસોત્સવના કિંગ – અજય પરમાર, ક્વીન – ભાર્ગવી પાટડિયા બન્યા
જૂનિયર – કિંગ સંકેત ચોટલીયા, ક્વીન – ખુશી ગોહેલ જાહેર.. સૌનો આભાર વ્યક્ત કરતા સુરેન્દ્રસિંહ વાળા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહિયર ક્લબ આયોજિત સહિયર રાસોત્સવમાં નવ નોરતા સર્વે ખેલૈયાઓ એ મન મૂકીને મોજ કરી… દશેરા એ માતાજીની આરતી તેજસ શિશાંગિયા રાહુલ મહેતા અપેક્ષા પંડ્યા ના કંઠે સંપન્ન થઈ પણ એ જ સમયે ધીમીધારે વરસાદના મંગલ થયા.. નિર્ણાયકો એ નક્કી કરેલા દૌર થી શરૂઆત કરતા સિનિયર માટે તાલીરાસ ચોકડી મધુબંસી છકડો ટીટોડો ફ્રી સ્ટાઈલ જેવા દૌર શરૂ કરાયા વરસતા વરસાદે ખેલૈયાઓ ના પગ ના રોકાયા..
- Advertisement -
ખેલૈયાઓના જુસ્સો વધારતા પ્રેસકો પણ ભર વરસાદે ગ્રાઉન્ડમાં સિયાર અપ કરાવતા હતા.. વધુ વરસાદ આવતા ડિજિટલ સંગીત સાધનો બંધ કરી ગાયક રાહુલ મહેતા અપેક્ષા પંડ્યા તેજસ શિશાંગિયા એ કીબોર્ડ ના સુર વિના પણ આખો રાઉન્ડ ગજવ્યો જ્યારે રૂધમ કિંગ હિતેશ ઢાકેચાએ માત્ર તાલ પર બે રાઉન્ડમાં છેલ્લે આવો ને ચાલુ વરસાદે મોજ કરાવી હતી.. વરસાદના કારણે કોઈ ક્ષતિના સર્જાય એ માટે તમામ આયોજકો ખડેપગે ઊભા રહ્યા હતા..
વિજેતાઓને સહિયર વતી શ્રી સુરેન્દ્રસિંહ વાળા તથા રોહિત સિંહ ડોડીયા ના હસ્તે એકટીવા બાઈક એનાયત કરાયા.. લાગેલા ઈનામો સોનાના ચેઈન, લેપટોપ, રેફ્રિજરેટર, સોલાર, ઘરઘંટી, બ્રાન્ડેડ મોબાઈલ, 46 ઇંચ એલઇડી ટીવી, આ.રો. પ્લાન્ટ, સોફાસેટ, હોમ થિયેટર, ટ્રોલી બેગ, તથા મેગા ફાઈનલ માં પહોંચેલા તમામ ખેલૈયાઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી.. નાઈસ ડીસ્ટબ્યુશન સેલિબ્રેશન માં સહિયર ના આયોજકોશ્રી સુરેન્દ્રસિંહ વાળા કૃષ્ણપાલસિંહ વાળા ચંદુભા પરમાર કૃષ્ણસિંહ જાડેજા યશપાલસિંહ જાડેજા જયદીપ રેણુકા વિજયસિંહ ઝાલા પ્રકાશભાઈ કણસાગરા સમ્રાટ ઉદેશી ધૈર્ય પારેખ કૃણાલભાઈ મણીયાર રવિરાજસિંહ જાડેજા પિયુષભાઈ રૈયાણી રાજવીરસિંહ ઝાલા કરણભાઈ આડતીયા દિવ્યરાજ સિંહ જાડેજા અભિષેકભાઇ અઢિયા પ્રતિકભાઇ જટાણીયા હિરેન ચંદારાણા ધવલભાઇ નથવાણી દિપકસિંહ જાડેજા નિરવભાઈ પોપટ જગદીશભાઈ દેસાઈ નિલેશભાઈ ચિત્રોડા રોહનભાઈ મીરાણી અનિશભાઈ સોની આકાશભાઈ કાથરાણી અભિષેકભાઈ શુકલ રાજેન્દ્રસિંહ ચુડાસમા વિકી ઝાલા રૂપેશભાઈ દતાણી નરેન્દ્રસિંહ જાડેજા ધર્મેશભાઈ રામાણી વજુભાઈ ઠુંમર જતીન આડેસરા શૈલેષભાઈ ખખ્ખર અહેમદ સાંઘ અનિલભાઈ ડોડીયા યુવરાજસિંહ ચુડાસમા મીત વેડીયા નિલેશભાઈ તુરખીયા ભરતભાઈ વ્યાસ મનસુખભાઈ ડોડીયા સુનિલભાઈ પટેલ શૈલેષભાઈ પંડ્યા તમામ આયોજકો જોડાયા હતા… વિશેષ રૂપે સહિયર માં નિર્ણાયક તરીકે સેવા આપતા એડવોકેટ અભિષેક શુક્લા હેતલ શુક્લા જય ગણાત્રા દિવ્યેશ પટેલ કુશલ બુંદેલા ઉદય લાલસેતા હાર્દિક પરમાર રાજેશ ડાંગર કેવલ પુરોહિત તન્વી પુરોહિત ને ગરબા ક્લાસીસના સંચાલકોના હસ્તે સન્માનિત કરાયા હતા.. સતત 24 માં વર્ષે સફળતા માટે સહિયર ના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા એ રાજકોટના અખબારના તંત્રી શ્રી, પત્રકારો, ઇલેક્ટ્રીક મીડિયા ના સંવાદાતા, જી ટી પી એલ, સોરપલ પ્લેટફોર્મ, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, પોલીસ કર્મચારીઓ, મ્યુ.કમિ. દેવાંગ દેસાઈ, કલેકટર શ્રી પ્રભવ જોશી, સહિયર ની એજન્સી ઉમિયા મંડપ પીન્ટુભાઇ, લાઇટિંગ, વિડિયો -પંકજ રાણપરા, રૂસ લાઈટ એલઇડી માટે ગ્લોબલ કોમ્યુનિકેશન જીતુભાઈ જોશી, ગ્લોબલ પબ્લિસિટી જયદીપ રેણુકા, આર.કે સિક્યુરિટી, સંગીત માટે જીલ એન્ટરટેનમેન્ટ સર્વે કલાકારો, રોહિત વાઘોડિયા ગણેશ સાઉન્ડ તથા રાજકોટના ખેલૈયાઓ ગરબા ક્લાસ સંચાલકો અને રાજકોટની જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મેગા ફાઈનલ વિજેતા
કિંગ :- અજય પરમાર
કવીન :- ભાર્ગવી પાટડિયા
દિલીપ સાપરા – ક્રિષ્ના વાઢેર
મોન્ટુ વાઘેલા – મેઘના હાડા
પ્રતીક ચાવડા – ચારમી પટેલ
આયુષ રૈયાણી – વિધિ બગથરિયા
જાહેર થયા હતા.
જુનિયર કિંગ :- સંકેત ચોટલીયા
જુનિયર ક્વીન :- ખુશી ગોહિલ
ફેનીલ ડોબરીયા – માહી કોટક
વિવેક પરમાર – મહેક પુંજાણી
બંસીલ સુખડિયા – આરાધ્યા મહેતા
અક્ષિત રાઠોડ – પૂર્ણિમા ટાંક
વિજેતા થયા હતા.
ગ્રુપ બી
જસ્ટિન પમ્પર – ક્રિષ્ના વાછાણી
યુવરાજ ચાવડા – જાનસી સરવૈયા
હિમાંશુ જરીયા – કૃતિ પોટા
યશ ગોહેલ – હિરલ સાપરા
રોહન રાજપૂત – એકતા ઢાકેચા
ગ્રુપ સી
ઉમેશ રાજપુત – હાર્દિ અંબાસણા
ભાવિન મકવાણા – એકતાબા જાડેજા
અર્જુન આહીર – પુનમ ગજ્જર
ધ્રુવ કારેલીયા – કૃતિ વ્યાસ
રવિ જરીયા – નિધિ પટેલ