- એક દિવસ પૂર્વે પણ કંપની ભાવ વધારી શકશે: શેરબજાર માર્ગે બાયબેક તબક્કાવાર ખત્મ કરાશે
શેરબજારમાં કંપનીઓ દ્વારા થતા બાયબેકના નિયમોને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જો કે સાથોસાથ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે બાયબેક વ્યવસ્થા તૂર્તમાં ખત્મ કરી દેવામાં આવશે.
સેબીની બોર્ડ મીટીંગમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્ટોક એક્સચેન્જ રુટ મારફત થતા બાયબેક નિયમો તબક્કાવાર હટાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાયબેકને લગતા દસ્તાવેજ તથા જાહેરાત ફરજીયાત કરવામાં આવી છે. મંજૂર કરાયેલા નિયમો અંતર્ગત 18 દિવસમાં બાયબેક પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનું જરુરી બનશે અને આ સમયગાળા દરમિયાન સ્ટોક એક્સચેન્જમાં એક વિન્ડો ખુલ્લી રાખવાની રહેશે. પ્રવર્તમાન નિયમો હેઠળ બાયબેક માટે કંપનીઓ પાસે સ્ટોક એક્સચેન્જ ઉપરાંત ટેન્ડર એમ બંને પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે. જે હવે દૂર કરાયા છે.
- Advertisement -
શેરબજારના રુટ મારફત થનારા બાયબેકમાં ન્યૂનતમ યુટીલાઈઝેશનની રકમ 50 ટકાથી વધારીને 75 ટકા કરવામાં આવી છે. સેબીના પ્રમુખ માધવી પૂરી બુચે જણાવ્યું હતું કે બાયબેક માટે સ્ટોક એક્સચેન્જનો માર્ગ અસુરક્ષીત અને પક્ષપાતભર્યો છે. આ માટે ટેન્ડર ઓફર રુટનો ઉપયોગ થવો જોઇએ. નવા બદલાવથી તમામ પ્રકારના રોકાણકારોને યોગ્ય તક મળી શકશે.
તેમણે કહયું કે શેરબજાર માર્ગે બાયબેક બંધ કરીને ટેન્ડર રુટને મહત્વ આપવામાં આવશે. શેરબજાર માર્ગે બાયબેક થાય તેમાં ઇન્વેસ્ટરોના શેર બાયબેક થશે કે કેમ તે નિશ્ચિત હોતું નથી. આ શેરોનું બાયબેક થયું છે કે ખુલ્લા માર્કેટમાં વેચાણ તે પણ સ્પષ્ટ થઇ શકતુ નથી એટલે ઇન્વેસ્ટરો બાયબેકના લાભનો દાવો કરી શકતા નથી.
સેબીની બોર્ડ મીટીંગમાં શેરબજાર ઉપરાંત અન્ય માર્કેટ માળખાગત સંસ્થાનોના કામકાજમાં સુધારો કરવા માટે માપદંડમાં સુધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એક્સચેન્જને ત્રણ વિભાગોમાં વિભાજીત કરવા અને ડાયરેક્ટરોની નિયુક્તિ પ્રક્રિયા અસરકારક બનાવવાના નિર્ણયો પણ સામેલ છે. સેબીએ કહ્યું કે રજીસ્ટર્ડ કંપનીઓની જેમ રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ તથા માળખાગત રોકાણ ટ્રસ્ટના સંચાલન માટે પણ નિયમો લાગુ કરવામાં આવશે.