હાસ્ય કલાકાર વિજયભાઇ રાવલ અને સંગીતાબેન લાબડીયા સહિતના કલાકારો રમઝટ બોલાવશે
સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા. 28ને શનિવારે 19મો શરદોત્સવ યોજાશે. જેમાં પારીવારીક સાંસ્કૃતિક તેમજ હાસ્યરસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાશે.
નવા 150 ફુટ રીંગ રોડ, પાટીદાર ચોક પાસે શુભમંગલ પાર્ટી લોન્સ ખાતે તા. 28 ઓક્ટોબરને શનિવારના રોજ રાત્રીના 8:30 કલાકે યોજાનારા શરદોત્સવમાં શહેરમાં વસતા અંદાજે 25,000 કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પટેલ સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, તેમજ દિપ પ્રાગટ્ય પાટીદાર શ્રેષ્ઠી બાન લેબના મૌલેશભાઇ ઉકાણી, નંદલાલભાઇ માંડવીયા, વલ્લભભાઇ વડાલીયા, બીપીનભાઇ હદવાણી, મુળજીભાઇ ભીમાણી, મનસુખભાઇ પાણ, નાથાભાઇ કાલરીયા, કેતનભાઇ ધુલેશીયા સહિતનાઓના હસ્તે થશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ એવા સ્વ. મનીષાબેન એ. વૈશ્નાણી, સ્વ. વિઠ્ઠલભાઇ એચ. હદવાણી, સ્વ. રમેશચંદ્ર એમ. ભાણવડીયા, સ્વ. હેમકુંવરબેન સી. ડઢાણીયાના સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંક તથા જીવનદીપ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં દાતાઓના પરિવાર ઉપસ્થિત રહેશે.
શનિવારે યોજનારા 19માં શરદોત્સવ માટે કોઇપણ જાતના પાસ કે ટીકીટ વિના પાટીદાર પરિવારો સામૂહિક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવું આયોજન કરાયું છે. આ શરદોત્સવના કાર્યક્રમમાં સંગીતાબેન લાબડીયા, ગાયક સાગર મેસવાણીયા, બાસુરી વાદક અનીલ મકવાણા તથા હાસ્ય કલાકાર વિજયભાઇ રાવલ દ્વારા સાંસ્કૃતિક તેમજ હાસ્યરંગની રંગત જામશે. અંદાજે 30000થી વધુ જનમેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પૌવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શરદોત્સવના દુધ પૌવાના દાતા તરીકે સનાતન ગ્રુપ પરીવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો પો. જે.એમ.પનારા, જેન્તીભાઇ મારડીયા, હસમુખભાઇ કાનાણી, રસિકભાઇ વેકરીયા, સી.એન.જાવીયા, પારસ આર. માકડીયા, નયન વાછાણી, નિલેશ શેખાત, જયેન્દ્ર ઝારસાણીયા, રેનીશ શોભાણા, રમેશભાઇ કણસાગરા, જયેશકુમાર પેશીવાડીયા, જી.સી.પટેલ, મગનભાઇ કોરડીયા તથા ઓફિસ મેનેજર જેન્તીભાઇ આલોદ્રા સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી
રહ્યા છે.