રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો
મહારાષ્ટ્રમાં આ દિવસોમાં રાજકારણ ગરમાયું છે. આ તરફ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ શરદ પવારે કરી છે. તાજેતરમાં NCP નેતા અને ભત્રીજા અજિત પવારથી શરદ પવારના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા.
- Advertisement -
શરદ પવારે કહ્યું કે હું એનસીપી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરું છું. મારી પાસે સાંસદ તરીકે ત્રણ વર્ષ બાકી છે. આ દરમિયાન હું રાજ્ય અને કેન્દ્રના મુદ્દાઓ પર નજર રાખીશ. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મારી નિવૃત્તિ જાહેર જીવનમાંથી નથી. NCP કાર્યકર્તાઓએ માંગ કરી છે કે શરદ પવારે અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેઓએ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
#WATCH | "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
- Advertisement -
શરદ પવારે આજે તેમના પુસ્તક ‘લોક માજે સંગાતિ’નું વિમોચન કર્યું હતું. આ પછી તરત જ તેમણે પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે, મેં NCPના અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી કામ કર્યું. હવે હું પોતે ઈચ્છું છું કે કોઈ બીજું આ જવાબદારી ઉઠાવે. NCP કાર્યકર્તાઓ મુંબઈમાં પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. શરદ પવારે પણ તેમના પુસ્તકમાં 23 નવેમ્બર 2019ની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લઈને સરકાર બનાવી.