કોલસાની કિંમતોને લઇને જાહેર થયેલી એક રિપોર્ટને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યા છે. આજ રોજ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોલસાની કિંમતોને જોઇને તેમજ બિલમાં ગરબડ કરીને બિઝનેસમેન ગૌતમ અદાણીએ વિજળીના ભાવ વધાર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે આગળ કહ્યું કે, સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી 12 હજાર કરોડ રૂપિયા સીધા પાસે પહોંચી ગયા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે, તેઓ શરદ પવારને આ પ્રશ્ન કેમ પૂછવામાં આવે છે, જયારે INDIA ગઠબંધના વિરોધ પછી તેમણે અદાણી સાથે મુલાકાત કરી હતી. આ પ્રશ્ન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે અત્યાર સુધી શરદ પવારને કોઇ પ્રશ્ન કર્યો નથી. જેની પાછળનું કારણ છે કે શરદ પવાર વડાપ્રધાન નથી. ઉલ્લેખનીય છે કે, અદાણીની કંપનીને ઓછઈ કિંમતમાં કોલસાની ખરીદી કરી અને તેમનો ભાવ પણ વધારે જણાવ્યો હતો.
- Advertisement -
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi says, "…Adani buys coal in Indonesia and by the time the coal arrives in India, its price doubles…Our electricity prices are going up…He (Adani) takes money from the poorest people…This story would bring down any government. This… https://t.co/8cvBLWNdNc pic.twitter.com/ROuI1UvOk2
— ANI (@ANI) October 18, 2023
- Advertisement -
વડાપ્રધાનની વિશ્વસનીયતા પર પ્રશ્ન: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, શરદ પવાર વડાપ્રધાન નથી. શરદ પવાર અદાણીને બચાવી રહ્યા નથી. તેઓ એટલે કે અદાણી વડાપ્રધાન મોદીને છુપાવી રહ્યા છે. જેના માટે હું શરદ પવારને નહીં પરંતુ વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછી રહ્યો છું. જો શરદ પવાર વડાપ્રધાન બની જશે અને અદાણીને બચાવવાની કોશીશ કરશે તો હું તેમને પણ પ્રશ્ન પૂછીશ. આ કહીને રાહુલ ગાંધીએ વડાપ્રધાનની વિશ્વનિયતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
#WATCH | When asked why he is not raising questions about Sharad Pawar's meeting with Adani despite INDIA alliance united on Adani issue, Congress MP Rahul Gandhi says, " I have not asked Sharad Pawar, he is not the Prime Minister of India. Sharad Pawar is not protecting Adani,… pic.twitter.com/Yak56drO0g
— ANI (@ANI) October 18, 2023
વડાપ્રધાન અદાણીને પ્રોટેક્ટ કરે છે: રાહુલ ગાંધી
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ગરીબ લોકો પંખા ચલાવી રહ્યા છે, કે બલ્બ જલાવી રહ્યા છે, તો તેમના સીધા પૈસા અદાણીના ખીસ્સામાં જાય છે. અદાણીની રક્ષા ભારતના વડાપ્રધાન કરી રહ્યા છે. જેવા જ લોકો કોઇ સ્વિચ દબાવે છે, તો તેમના સીધા પૈસા અદાણીના ખીસ્સામાં ચાલ્યા જાય છે. તેમણે કહ્યું કે, ગૌતમ અદાણી કોલસાની ખરીદી- વેચાણમાં ઓવર ઇનવોઇસિંગ કરી રહ્યા છે.
#WATCH | Delhi: On the Adani issue, Congress MP Rahul Gandhi says, "…This time the theft is happening from the pockets of the public…When you push the button for a switch, Adani gets money in his pocket…Enquiry is happening in different countries and people are asking… pic.twitter.com/vYuExsn9g4
— ANI (@ANI) October 18, 2023
આ વીજળી ચોરીનો કેસ છે: રાહુલ ગાંધી
એક ન્યુઝ રિપોર્ટ અનુસાર જાણકારી આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સીધી રીતે વિજળીની ચોરીનો કેસ છે. અદાણીમાં એવું શું વાત છે કે ભારતની સરકાર તેમના પર કોઇ તપાસ નથી કરી રહી. તેમને કોઇ પ્રશ્ન નથી પૂછી રહી. તેમની પાછળ એવી કઇ શક્તિ છે, આ વાત સમગ્ર દેશ જાણે છે.