ટ્રેનના ભાડાંની વ્યવસ્થા કરીને શાપર પોલીસે યુવકને પરત મોકલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
માછીમારીના ધંધાર્થે આવેલો પરિવાર આંધ્રપ્રદેશથી શાપરમાં ભૂલો પડ્યો હતો. શાપર પોલીસે ટ્રાન્સલેટરની મદદથી ભૂલા પડેલા યુવકના પરિવારનો સંપર્ક કરીને તેમનુ પુન:મિલન કરાવ્યું હતું. પોલીસે યુવક અને તેના પરિવારની આંધ્રપ્રદેશ જવા માટે ટ્રેનના ભાડાની વ્યવસ્થા કરીને પરત મોકલી માનવતા મહેકાવી હતી. શાપર પોલીસના ઙજઈં આર.કે.ગોહિલે જણાવ્યું હતું. કે, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના કોન્ડાપેટા ગામેથી આઠ લોકો માછીમારીના ધંધાર્થે ટ્રેન મારફતે વેરાવળ આવ્યા હતાં. જેમાં એક યુવાન શાપર નજીક ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. ટ્રેન અચાનક શરૂ થઇ જતા યુવાન તેમના અન્ય સાથીઓથી વીખૂટો પડી ગયો હતો. તે શાપરમાં આમતેમ ભટકતો હતો.
- Advertisement -
જાગૃત નાગરીકે ભટકતા યુવાનને શાપર પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. આ યુવક પોલીસની ભાષા સમજતો ન હતો. પોલીસને પણ યુવક જે ભાષા બોલતો હતો તે સમજાતી ન હતી. તેથી બંને મુંજવણમાં મુકાયા હતાં. પોલીસે 2 કલાક હિન્દી અને ઈંગ્લીશ ભાષામાં વાત કરી પણ એ યુવાન પોલીસની ભાષા સમજતો ન હતો. યુવક કોઇ દક્ષિણ ભારતીય ભાષા બોલતો હોવાનો પોલીસે અનુમાન કર્યું હતું. શાપર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અલગ-અલગ લોકોની પૂછપરછ કરતા માશાલતુલા મહેશ્વરા ચારી નામનો કારીગર યુવાનની ભાષા સમજી ગયો હતો. અંતે એક ટ્રાન્સલેટર મળી આવ્યો હતો. જે માશાલતુલા તેલુગુ ભાષા જાણતો હતો. તેમણે યુવક સાથે વાતચીત શરૂ કરી હતી.