પૂજારીઓએ પૂછ્યું છે કે, દિલ્હીમાં બીજું કેદારનાથ મંદિર કેવી રીતે બનાવી શકાય? બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ચેતવણી આપી કે, જો શ્રી કેદારનાથ ધામ ટ્રસ્ટ દિલ્હીમાં કેદારનાથ મંદિર જેવું માળખું બનાવવાની તેની યોજના સાથે આગળ વધશે તો તે તેની સામે કાનૂની કાર્યવાહી કરશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તાજેતરમાં દિલ્હી આવ્યા હતા. પુષ્કર સિંહ ધામીએ દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. હવે આ નિર્માણાધીન મંદિર વિવાદોનું કેન્દ્ર બની ગયું છે. પૂજારીઓએ પૂછ્યું છે કે, દિલ્હીમાં બીજું કેદારનાથ મંદિર કેવી રીતે બનાવી શકાય. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ચેતવણી આપી છે કે, જો તે ‘શ્રી કેદારનાથ ધામ ટ્રસ્ટ’ દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિર જેવું માળખું બનાવવાની તેની યોજના સાથે આગળ વધશે તો તે તેની સામે કાનૂની કાર્યવાહી કરશે.
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કહ્યું ?
- Advertisement -
આ તરફ સમગ્ર વિવાદ વચ્ચે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ખુલ્લેઆમ આનો વિરોધ કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રતિકાત્મક કેદારનાથ ન હોઈ શકે. કેદારનાથ હિમાલયમાં છે અને દિલ્હીમાં ન હોઈ શકે. શંકરાચાર્યએ કહ્યું, ‘કોઈ પ્રતીકાત્મક કેદારનાથ હોઈ શકે નહીં… શિવપુરાણમાં 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, નામ અને સ્થાનો સાથે… જ્યારે કેદારનાથ હિમાલયમાં સ્થિત છે, તો તે દિલ્હીમાં કેવી રીતે હોઈ શકે?
કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો કે, ‘કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? ત્યાં કૌભાંડ બાદ દિલ્હીમાં કેદારનાથ બનશે? અને પછી બીજું કૌભાંડ થશે. કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ છે… કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી. તેના માટે જવાબદાર કોણ? હવે તેઓ કહી રહ્યા છે કે કેદારનાથ દિલ્હીમાં બનશે, આવું ન થઈ શકે.
- Advertisement -
દિલ્હી કેદારનાથ અને કેદારનાથ ધામ અલગ છે
કેદારનાથ ધામ ટ્રસ્ટના પ્રમુખ સુરિન્દર રૌતેલાએ કહ્યું કે, દિલ્હીમાં જે કેદારનાથ મંદિર બનશે તે મંદિર છે, ધામ નથી. રૌતેલાના કહેવા પ્રમાણે ઉત્તરાખંડ સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. રૌતેલાએ કહ્યું, ‘દિલ્હીમાં જે મંદિર બની રહ્યું છે તે ટ્રસ્ટ (શ્રી કેદારનાથ ધામ ટ્રસ્ટ, દિલ્હી) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને તેને ઉત્તરાખંડ સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અમારી વિનંતી પર મંદિરના ભૂમિપૂજન માટે આવ્યા હતા અને સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. મંદિર ટ્રસ્ટીઓના સહકારથી બનાવવામાં આવ્યું છે અને તેમાંથી ઘણા ઉત્તરાખંડના છે. રૌતેલાએ કહ્યું, દેશના અલગ-અલગ શહેરોમાં પ્રસિદ્ધ ધામોના નામે ઘણા મંદિરો પહેલાથી જ બનેલા છે પછી તે ઈન્દોરનું કેદારનાથ મંદિર હોય કે મુંબઈનું બદ્રીનાથ મંદિર. આ મંદિરોનું ઉદ્ઘાટન ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે પણ કર્યું હતું.
વિવાદ પાછળ રાજકારણ : સુરિન્દર રૌતેલા
આ સાથે રૌતેલાએ કહ્યું કે, આખો વિવાદ રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે કહ્યું, દિલ્હીમાં બની રહેલા મંદિરને શ્રી કેદારનાથ ધામ નામ આપવાનો વિવાદ માત્ર એક રાજકીય સ્ટંટ છે જેને ટાળવો જોઈએ. કેટલાક નેતાઓ માત્ર પોતાની રાજકીય જરૂરિયાતો પૂરી કરવા માટે વિવાદો સર્જી રહ્યા છે. ઉત્તરાખંડનું કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અમે દિલ્હીમાં માત્ર એક જ મંદિર બનાવી રહ્યા છીએ અને ભારતના વિવિધ શહેરોમાં આવા અનેક મંદિરો છે.