અર્ધનગ્ન અવસ્થામાં પાટડી બસ સ્ટોપ પર અપશબ્દ બોલતો હતો ડ્રીંકર: પાટડી પોલીસે દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સાંપ્રત સમયમાં ભગવા રંગને અનેક જગ્યાએ અમુક શખ્સો લજવતા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પાટડીના વિરમગામ રોડ પર આવેલ બસસ્ટોપેજની અંદર ભગવા રંગ પહેરેલ કથિત સાધુ બેફામ અપશબ્દ બોલતો હોવાની જાણ પાટડી પોલીસને થતા પાટડી પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને કથિત સાધુએ દારૂ પીધો હોય તેવું જણાઈ આવતા પોલીસ દ્વારા તેને અર્ધનંગ્ન અવસ્થામાં જ પાટડી પોલિસ મથકે લઈ જવાયો હતો
- Advertisement -
ઢોંગી કથિત સાધુના વેશમાં દારૂડિયા સામે ધર્મ પ્રેમી જનતામાં પણ આપી જવા પામ્યો હતો. સ્થાનિકોનું માનવામા આવે તો કથિત સાધુ છેલ્લા ત્રણેક દિવસથી આ જ પ્રકારે પીધેલી હાલતમાં ભગવા રંગને લજવતો હતો. પાટડી પોલીસ મથકનો વધુ ભાગનો સ્ટાફ રજા પર હોવા છતાં પાટડી મથકના દાનાભાઈ રંજીયા,ગોવાભાઈ રબારી દ્વારા કથિત સાધુને પીધેલી હાલતમાં જ ઝડપી પાડતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી પરંતુ પાટડી નગરમાં દેશી દારૂના વેચાણમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો હોય તેવી પણ ચર્ચાઓ થવા પામી હતી.