જૂનાગઢ ગીરી તળેટીમાં આવેલા શ્રી ગીરનાર સાધના આશ્રમના સહજ યોગીની શ્રી શૈલજા દેવીએ લોકશાહીના મહાપર્વમાં તા.7મી મે એ મતદાન કરી એક નાગરિક તરીકેની ફરજ અદા કરવા માટે અપીલ કરી છે.
તેમણે તા.7મી મે એ અન્ય કામોને બાજુ પર રાખી મતદાનને પ્રાથમિકતા આપવા અનુરોધ કરતા કહ્યું કે, ભવિષ્યના નિર્માણ માટે અને યોગ્ય નેતાની ચયન કરવા માટે મતદાન કરવું આવશ્યક છે. ત્યારે નિષ્ઠાપૂર્વક મતદાન કરીએ. તેમણે દેશમાં જુદા જુદા સ્થળો પ્રવાસો વચ્ચે પણ મતદાન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શક્તિરૂપ માતા બહેનો પણ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.