2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસ પર ફિલ્મના મેકર્સ ફેન્સને મોટી ગિફ્ટ આપી શકે છે.
બોલિવૂડના કિંગ ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર હતા અને હવે ફરી એક વખત બૉલીવુડમાં ધમાકેદાર કમબેક કરવા માટે તૈયાર છે. શાહરુખણઆ ચાહકો તેના વાપસીની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. એવામાં શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ ઘણી ચર્ચામાં છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યા હતા અને એ પછી મેઇન લીડ તરીકે એમને એક પણ ફિલ્મ કરી નહતી. છેલ્લી વખત શાહરુખ ખાન ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક કેમિયો કરતાં નજર આવ્યા હતા.
- Advertisement -
https://twitter.com/_YashRajFilms/status/1582658269948301312?re
શાહરુખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ
શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ પઠાણથી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે કિંગ ખાન હાલમાં એક સાથે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. થોડા સમય પહેલા પઠાણનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું અને હાલ એમના ફેન્સ આશા લગાવીને બેઠા છે કે 2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસ પર ફિલ્મના મેકર્સ ફેન્સને મોટી ગિફ્ટ આપી શકે છે. જણાવી દઈએ કે ટ્વિટર પર એક ટ્વિટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને એ એ ટ્વિટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પઠાણનું ટીઝર શાહરૂખ ખાનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. જો કે આ સમાચાર બાદ ટ્વિટર પર હેશટેગ પઠાણ ટીઝર ટ્રેન્ડ કરી રહ્યું છે.
Make. Some. Noise! PATHAAN is here. Celebrate #PathaanTeaser on @iamsrk birthday (2nd Nov). In cinemas on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you.#Pathaan #ShahRukhKhan @iamsrk @yrf pic.twitter.com/RKH4jd1HsN
- Advertisement -
— Amit Rahangdale (@amitrahangdale4) October 20, 2022
લોકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
જો કે ફિલ્મના મેકર્સ તરફથી આ વિશે હજુ કોઈ સતાવર જાહેરાત થઈ નથી. ટ્વિટર પર લોકો શાહરુખની આવનારી ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એ માટે હેશટેગ પણ ચલાવી રહ્યા છે. આ હેશટેગથી અને લોકોની આતુરતા જોઈને ફિલ્મના મેકર્સ ઘણા ખુશ થયા હશે અને એ વાત નક્કી છે કે લોકો શાહરુખ ખાનને મોટા પડદા પર જોવા માટે ઘણા આતુર છે. પણ હવે તે જોવાનું રહ્યું કે શું બધા યુઝર્સ વિચારી રહ્યા છે તેમ 2 નવેમ્બરે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થશે કે નહીં..
તમને જણાવી દઈએ કે શાહરૂખની ફિલ્મ પઠાણ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. યશ રાજ ફિલ્મ્સના હેઠળ બનેલી શાહરુખની આ કમબેક ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મમાં શાહરૂખ ખાન સહિત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને સાથે જ ફિલ્મમાં જોરદાર એક્શન પણ જોવા મળશે.