કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મચ અવેઈટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરનાં ઓજ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને am તો સોશિયલ મીડિયા પર નેગેટીવ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેણે બ્રહ્માસ્ત્રનાં હીટ થવા પર શંકા પેદા કરી છે. બોયકોટ ટ્રેન્ડ વચ્ચે હવે મેકર્સે વાનર અસ્ત્રનાં પાત્ર પરથી પરદો હટાવતા નાનકડી ક્લિપ શેર કરી છે.
બ્રહ્માસ્ત્રમાં શાહરૂખની જોવા મળી ઝલક
કરણ જોહર, આલિયા ભટ્ટે આ ક્લિપને શેર કરી છે. વાનર અસ્ત્રનાં પાત્રમાં શાહરૂખ ખાનની ઝલક જોવા મળી છે. જકે, કિંગ ખાનનાં ચહેરાને સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો નથી, પણ ફેંસ એક ઝલક જોઇને જ સમજી ગયા કે આ શાહરૂખ ખાન જ છે. આમ તો શાહરુખના વાનર અસ્ત્રનાં પાત્રને લઈને પહેલા પણ અમુક તસ્વીરો લીક થઇ હતી. લેટેસ્ટ ક્લિપમાં ફાઈટ સીન બતાવવામાં આવ્યો છે, જ્યાં વાનર અસ્ત્ર બનેલા કિંગ ખાન ફૂલ એકશનમાં જોવા મળે છે.
- Advertisement -
https://twitter.com/karanjohar/status/1565296859735855105?re
એક્સાઈટેડ થયા ફેન્સ
ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમીઓ રોલ પણ છે, જે લોકો શાહરુખને લાંબા સમયથી સિલ્વર સ્ક્રીન પર મિસ કરી રહ્યા છે, તેમના માટે આ ક્લિપ કોઈ ટ્રીટ કરતા ઓછી નથી. ફેન્સ આ ફિલ્મમાં કિંગ ખાનને જોવા માટે ઉત્સાહિત છે. આ ક્લિપને શેર કરતા કરણ જોહર લખે છે કે – બસ 8 દિવસો બાદ વાનર અસ્ત્રની અદ્ભૂત શક્તિઓનો ખુલાસો થશે.
https://twitter.com/karanjohar/status/1559786749165191168?r
- Advertisement -
શાહરૂખ ખાનના કેમિયોને એક ઇન્ટરવ્યૂમાં મૌની રોય દ્વારા પણ કન્ફર્મ કરવામાં આવ્યો હતો. તેમને કહ્યું હતું કે હ્સાહ્રુખ ખાન સર ફિલ્મમાં ગેસ્ટ અપીરન્સ આપશે. તેમની સાથે કામ કરવું અને આ ફિલ્મનો હિસ્સો બનવું એક સમ્માનની વાત છે.
https://twitter.com/karanjohar/status/1562692126093484032?r