ગઈકાલે સાંજે શહેનાઝ ગિલ તેના ભાઈ શાહબાઝ સાથે મુંબઈમાં લાલ બાગના રાજાના દર્શન કરવા પંહોચી હતી અને એ સમયે ચાહકોને ફરી એક વખત શહેનાઝ અને સિધ્ધાર્થની જોડી યાદ આવી ગઈ હતી.
શહેનાઝ ગિલ જ્યાં પણ જાય છે સિદ્ધાર્થ શુક્લા તેની સાથે હોય છે. જો કે આપણે બધા જાણીએ જ છીએ કે સિદ્ધાર્થ શુક્લા દુનિયા છોડીને ગયા એ વાતને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ આજે પણ તે હંમેશા શહેનાઝની આસપાસ જ દેખાય છે. ક્યારેક અભિનેત્રીના દિલમાં તો ક્યારેક ભાઈના હાથના ટેટૂના રૂપમાં. જણાવી દઈએ કે ગઈકાલે સાંજે શહેનાઝ ગિલ તેના ભાઈ શાહબાઝ સાથે મુંબઈમાં લાલ બાગના રાજાના દર્શન કરવા પંહોચી હતી અને એ સમયે ચાહકોને ફરી એક વખત શહેનાઝ અને સિધ્ધાર્થની જોડી યાદ આવી ગઈ હતી.
- Advertisement -
#shehnaazgill with her brother at #LalbaughchaRaja for blessings ❤️ pic.twitter.com/FFI1hSbn2S
— Viral Bhayani (@viralbhayani77) September 5, 2022
- Advertisement -
લાલ બાગના રાજાના દર્શન કરવા પહોંચી
ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવેલ શહેનાઝ ગિલની સાથે તેનો ભાઈ શાહબાઝ અને સિદ્ધાર્થ શુક્લા પણ હતા. જણાવી દઈએ કે સિદ્ધાર્થના મૃત્યુ પછી શહેનાઝના ભાઈ શાહબાઝે તેના હાથ પર સિદ્ધાર્થ શુક્લાના ચહેરાનું ટેટૂ કરાવ્યું હતું. આવી રીતે સિદ્ધાર્થ શુક્લા શાહબાઝના જીવનની સાથે સાથે તેમના શરીરનો પણ કાયમ માટે એક ભાગ બની ગયા હતા.
લાલ બાગના રાજાના દર્શન સમયે લોકોની નજર શાહબાઝના આ ટેટૂ પર પડી હતી. હાલ શહેનાઝ ગિલ અને શાહબાઝની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શહેનાઝ એ પીળા કલરના સુંદર સૂટ અને પલાઝોમાં જોવા મળી રહી છે સાથે જ હાથમાં ચાંદીની બંગડીઓ અને કાનમાં મોટી ઈયરરિંગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
#shehnaazgill with her brother ❤️ today at #LalbaughchaRaja pic.twitter.com/ukc3tFYzIn
— Viral Bhayani (@viralbhayani77) September 5, 2022
બોલિવૂડ ડેબ્યૂ
શહેનાઝ ગિલ હાલના દિવસોમાં તેના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે. શહેનાઝ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં મહત્વની ભૂમિકામાં નિભાવતી નજર આવશે. સાથે જ તે સંજય દત્તની અમેરિકા ટૂર પર પણ તેની સાથે ગઈ હતી. જણાવી દઈએ કે અરશદ વારસી પણ આ ટૂર પર ગયા હતા. શહેનાઝ ગિલને બિગ બોસ 13 થી ફેમ મળી હતી અને એ શોમાં તેની મિત્રતા એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે થઈ હતી. સમય જતાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.