શહેરના યોગરાજનગરમાં રહેતા કિન્નરીબેન તન્મયભાઈ મિસ્ત્રી નામની પરિણીતાએ અમદાવાદમાં રહેતા પતિ તન્મય મિસ્ત્રી, સસરા અશોક જગજીવન મિસ્ત્રી, સાસુ પિનાક્ષીબેન અને નણંદ ખુશબુબેન આશિષભાઇ સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 2 ફેબ્રુઆરી 2013ના રોજ આર્યસમાજથી થયા હતા 9 મહિનાથી રિસામણે છે લગ્નના ત્રીજા દિવસથી જ કરિયાવર લાવી નથી કહી દહેજની માંગણી શરુ કરી હતી તું કામચોરની દીકરી છો તારા પપ્પા પપ્પાને ત્યાં ટીવી પણ નથી કહી અપમાન કરતા હતા પૂરતું જમવાનું પણ ન આપતા અને ફ્રૂટ- ડ્રાયફ્રુટ પણ ગણીને રાખતા રસોઈ બનાવવામાં લેટ થાય તો વાસણ પછાડતા નણંદ તારે છોકરા ન થવા જોઈએ કહી અને ગાળો આપતા પતિએ મને પત્ની તરીકે નહીં રાખી સતત દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા અને દારૂ-સિગરેટ મુકતા ન હતા પરસ્ત્રી સાથે સંબંધ હોય ઘરે જમવા લાવતા હોય હું જમવાનું નો આપતા મારી સાથે ઝઘડો કરતા હતા પલક શાહને મેસેજ કરતા અને વૈશાલી-વર્ષાને એમેઝોનથી ગિફ્ટ મોકલતા હતા અંતે હું પિયરે આવી ગઈ હતી મારા સસરાએ
ગોકુલધામમાં સગીરાનું વીજશોક લાગતા મોત
શહેરના ગોકુલધામ પાસે ડાલીબાઇ આરએમસી કવાર્ટરમાં પાણીની મોટરની પીન કાઢતી વખતે વિજકરંટ લાગતાં સગીરાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. 13 વર્ષીય નાઝીયા શકીલભાઇ મન્સુરીને રવિવારે સાંજે ઘરે વીજશોક લાગતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. નાઝીયા એક ભાઇથી નાની હતી. તેના પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાડકી દિકરીના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએઅસાઇ ગીતાબેન પંડ્યા અને ઘનશ્યામસિંહે જરૂરી કાગળો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


