–ખેલાડીઓએ વિરોધ કરતાં ઠંડી રાત વિતાવી, વાત કરતાં રડી પડી વિનેશ ફોગાટ
– કુશ્તી સંધ પાસેથી માંગ્યો જવાબ, 72 કલાકનું અલ્ટિમેટમ
- Advertisement -
ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહ મહિલા પહેલવાનોનું યૌન શોષણ મામલે ખેલ મંત્રાલાયે કુશ્તી મહાસંઘ પાસેથી જવાબ માંગ્યો છે અને 72 કલાકનો સમય આપ્યો છે.
ખ્યાતનામ કુસ્તીબાજ વિનેશ ફોગાટે ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહ ઘણા વર્ષોથી મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરતા હોવાના ચોંકાવનારો આરોપ લગાવતા ચકચાર મચી છે. જેને લઈને રમત-જગતમાં ખળભળાટ મચી ગયો છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટએ ચોધાર આશુએ આરોપ લગાવતા રમતગમત મંત્રાલયે તાત્કાલીક WFI પાસેથી જવાબ માંગ્યો છે. જેને લઈને આ વિવાદમાં હવે કેન્દ્રએ પણ હસ્તક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સ અને એશિન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે આરોપ લગાવ્યા હતા. જેનો જવાબ રજૂ કરવા 72 કલાકનો સમય આપ્યો છે.
આરોપના જવાબમાં WFI પ્રમુખ કહ્યું
તો બીજી તરફ WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહએ આ આરોપને નકારી કાઢ્યા છે તેમણે કહ્યું કે આરોપ પાયા વિહોણા છે આત્યંરે સુધી કેમ આ મુદ્દે કોઈ બહાર ન આવ્યું જો આ સાચા પડે તો હું ફાંસીએ ચડવા પણ તૈયાર હોવાનો દાવો કર્યો છે.
- Advertisement -
Delhi | I know about 10-20 accounts of sexual harassment faced by women wrestlers. Many coaches and referees have been involved. We will sit on protest until those guilty are not punished. No athlete will participate in any event: Wrestler Vinesh Phogat pic.twitter.com/uHpFs7fFN5
— ANI (@ANI) January 18, 2023
ચોંકાવનારા આરોપો લાગ્યા છે
બૃજભૂષણ શરણસિંહ પર આરોપ લગાવતા વિનેશ ફોગટ રડવા લાગી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે એવો પણ દાવો કર્યો હતો કે લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચ દ્વારા મહિલાઓનું શોષણ કરાયું છે. તેણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા થી અન્ય કુસ્તીબાજોના સંપર્કમાં આવે છે.
મારી નાંખવાની ધમકી આપી
આ 28 વર્ષીય મહિલા કુસ્તીબાજએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે પોતે આ પ્રકારના વ્યવહારનો ભોગ બની નથી. વધુમાં તેમણે દાવા સાથે કહ્યું કે WFI પ્રમુખના ઈશારે તેના નજીકના અધિકારીઓ મારી નાંખવાની ધમકી આપી હતી. કારણ કે આ મામલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ બાદ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું હતું.