એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સગીર બાળકીની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ મુજબ કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.
- Advertisement -
Bengaluru | An FIR has been filed against former Karnataka Chief Minister BS Yediyurappa for allegedly sexually assaulting a minor girl. A case has been registered under POCSO and 354 (A) IPC against him.
— ANI (@ANI) March 15, 2024
- Advertisement -
યેદિયુરપ્પાની ઓફિસે 53 કેસની યાદી જાહેર કરી
બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. યેદિયુરપ્પાની ઓફિસ દ્વારા આવા 53 કેસોની યાદી જાહેર કરવામાં આવી છે, જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ-અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાની ઓફિસે ભારપૂર્વક જણાવ્યું છે કે, ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.
કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બીએસ યેદિયુરપ્પા
યેદિયુરપ્પા 2008 અને 2011માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, ત્યારબાદ મે 2018માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ 2019 થી 2021 સુધી. અઠવાડિયાની અટકળો અને અનિશ્ચિતતા પછી તેમણે 2021 માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે, રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
#WATCH | On the case against former CM BS Yediyurappa for allegedly sexually assaulting a minor, Karnataka Home Minister G Parameshwara says, "Last night around 10pm, a lady registered a complaint against BS Yediyurappa. Police have registered the case. Until we know the truth,… pic.twitter.com/GvbhyM4hai
— ANI (@ANI) March 15, 2024
યેદિયુરપ્પા બાદ બોમાઈ મુખ્યમંત્રી બન્યા
યેદિયુરપ્પા બાદ BJPના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ 2021 થી મે 2023 સુધી આ પોસ્ટ પર કામ કર્યું. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.