ચેતવણી : તમે જૂનવાણી નેચર યા સેક્સને આભડછેટનો વિષય ગણતાં હો તો આગળ વાંચતા અટકી જજો. ચેતવણી પૂરી, આપણી વાત શરૂ. મલયાલી ભાષાના લેખિકા કમલા દાસની આત્મકથા માય સ્ટોરી દેશ-વિદેશની બે ડઝન ભાષામાં અનુવાદ થઈ છે પણ એવી બોલ્ડ આત્મકથા છે કે તેના અંશો અનર્થ સર્જે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
વિવાહેતર સંબંધો, પ્રેમમાં મળેલી નિષ્ફળતાઓ અને પુરુષોથી થયેલાં વિવિધ અનુભવોને કમલાદાસે એકદમ બોલ્ડ અંદાઝમાં માય સ્ટોરીમાં બયાન ર્ક્યા છે. પ્રતિમા બેદીનું ટાઈમપાસ પણ આ જ શ્રેણીનું પુસ્તક઼ હિન્દી સાહિત્યકાર રાજેન્ યાદવ પર અન્ય તેર જેટલી લેખિકાઓએ લખીને પ્રસિદ્ઘ થયેલું પુસ્તક પણ આવી જ તાસીરનું છે. આવા જ બોલ્ડ એન્ડ બિન્દાસ થીમ પરના એક પુસ્તકની આજે આપણે વાત કરવાના છીએ.
સોહો, જિસ્મ સે રુહ તક કા સફર : આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ તેના પ્રથમ બે પ્રકરણ પ્રતિષ્ઠિત સાહિત્યિક મેગેઝીન હંસ (જેના જનક મહાન સાહિત્યકાર પ્રેમચંદજી હતા )માં ધ ગે્રટ સાહિત્યકાર રાજેન્ યાદવે પ્રસિદ્ઘ ર્ક્યા હતા. પુસ્તક એ પછી લખાયું. લખ્યું છે ફ્રૈંક હુજૂર નામના નામીચા જુવાન લેખકે. ફ્રૈંક હુજૂરનું આ પ્રથમ હિન્દી (જેમાં ઉર્દુ શબ્દો ભરપૂર છે ) પુસ્તક઼ યૂટોપિયા મેગેઝિનના એડિટરપદે રહી ચૂકેલાં અને હિટલર ઈન લવ વીથ મડોના જેવું ચર્ચાસ્પદ નાટક લખી ચુકેલાં ફ્રૈંક હુજૂર ક્રિકેટર ઈમરાન ખાનની બાયોગ્રાફી લખી ચૂક્યા છે અને મુલાયમસિંહ યાદવની રાજનીતિ પરનું પુસ્તક લખ્યું છે, નેચરલી અંગ્રેજી ભાષામાં.
- Advertisement -
લંડન, લાહૌર, દિલ્હી, મુંબઈ અને લખનઉ વચ્ચે જિંદગી વીતાવતાં 36 વરસનાં ફ્રૈંક હુજૂર પોતાને લિટરરી જિપ્સી ઓળખાવે છે અને એ વાત ફ્રૈંક હુજૂરના વિષય પસંદગીથી માંડીને તેમના દરેક એટિટયૂડમાં પ્રગટ થાય છે. સેમ્પલ : તેમણે પોતાનું પ્રથમ હિન્દી પુસ્તક પોતાની પાંચ બિલાડી અને બે બિલાડાઓ (તેમજ તેમના બચ્ચાં કે જેના નામ નેપોલિયન, સ્ટાલિન, લોહિયા, લેડી ગાગા, રેહાના, મેડોના તેમજ બિલાડા વોડકા, બ્રાન્ડી, રમ અને વ્હિસ્કીને) અર્પણ ર્ક્યું છે.
પ્રથમ નજરે કોઈ સેક્સવર્કરની કહાણી કહેવાનો ભાસ ઉભું કરતું સોહો પુસ્તક ખરેખર તો કોઈ એક-બે કે પાંચ-પંદર સેક્સવર્કરની નહીં, પણ સેક્સ પર જીવતી એક આખી વસાહત કે કલ્ચરની વાત કરે છે.
2014માં પ્રથમ વખત છપાઈને એ જ વરસે રિ-પ્રિન્ટ થયેલી સોહો સામાન્ય રીતે કોઈ મોટી કે પ્રસિદ્ઘ બુકશોપમાં તરત હાથે ચઢી જાય એની શક્યતા બહુ ઓછી છે. માની લો કે કોઈ વિક્રેતા પાસે એ અવેલેબલ હોય તો પણ સંભવ છે કે તેને શો-કેસમાં રાખવામાં ન આવે કારણ કે તેનું ક્વર પણ કોઈ સેક્સ-મેગેઝિન કરતાં જરા વધારે હોટ છે. પુસ્તકની માલીપા પણ ક્વરથી બે ચાસણી ચઢે તેવા બે ડઝનથી વધુ ફોટોગ્રાફ છે છતાં એટલું ખરું કે આ ફોટા લાળ ટપકાવવા માટે નહીં, વિષયના લાધવને ધ્યાનમાં રાખીને મુક્વામાં આવ્યા છે.
- Advertisement -
પ્રથમ નજરે કોઈ સેક્સવર્કરની કહાણી કહેવાનો ભાસ ઉભું કરતું સોહો પુસ્તક ખરેખર તો કોઈ એક-બે કે પાંચ-પંદર સેક્સવર્કરની નહીં, પણ સેક્સ પર જીવતી એક આખી વસાહત (કે સોસાયટી કે એરિયા કે વિસ્તાર કે કલ્ચર) ની વાત કરે છે. અને એટલે જ સોહો સાથેનું સબટાઈટલ્સ બહુ સુચક : જિસ્મ સે રુહ તક કબા સફર. આપણે બધા જ બેંગકોક અને પટાયાની પરિકથા અને ત્યાં થતી રાસલીલાની વાતો કર્ણોપકર્ણ સાંભળીચૂક્યા છીએ. કેટલાંક શોખિનો તે માણી પણ ચૂક્યા હશે પણ એ વિશે જાહેરમાં કોઈ કશું બોલતું નથી. ફ્રૈંક હુજૂરે પણ પોતાના પુસ્તકમાં બેંગકોકની બેગમો કે પટાયાની પરિઓની વાત નથી લખી પરંતુ સેન્ટ્રલ લંડન (બ્રિટન)માં આવેલા સોહો વિસ્તારમાં જઈને થયેલાં અનુભવો, કરેલી વાતચીતો તેમજ સોહોના ભૂતકાળની વાતો પુસ્તકમાં આપણી સાથે શેર કરી છે.
સેન્ટ્રલ લંડનમાં સોહો તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલાં બાર, રેસ્ટોરાં, શોપ તેમજ કલબ થિયેટરમાં ખુલ્લેઆમ થતાં તમામ પરાક્રમોને જોયા છે, તેમની સાથે વાતો કરી છે અને રોમાંચિત (ક્યાંક જુગુપ્સા તો ક્યાંક બિભત્સતા લાગે) કરી દે એવા શારિરીક પરાક્રમો ની વાતો કરી છે. સેન્ટ્રલ લંડનના પિકાડિલી સર્કલ પાસે કલિયોપેટા્ર ની (સેક્સ) લાઈફ પર આધારિત ધ બ્લેક કૈટ કૈબરે જોઈને લેખક લખે છે કે, પહેલી વખત હું સમજયો કે કલાસિક ઈરોટિકા અને હાર્ડકોર પોર્નોગ્રાફીમાં તફાવત ઉભો કરવામાં લાઈટિંગનો રોલ મુખ્ય હોય છે.
સોહોનો વિષય ભલે સેક્સ હોય પણ તેમાં પોર્ન ફિલ્મો, ટિંટો બ્રાસની ઈરોટિક ફિલ્મો, પોર્ન સ્ટુડિયો અને તેના સ્ટાર, સેક્સની વિવિધતા અને વિકૃતિ સાથેનો ઈતિહાસ, કલબ કે થિયેટરમાં સ્ટ્રીપ્ટીઝ ડાન્સથી માંડીને સરાજાહેર સેક્સ પ્લે કરનારા પાત્રો અને તેની રંગીની તેમજ સહજતા આપણા સુગાળવા દંભી માનસને જરા થથરાવી મૂકે તેવી છે. જયાંની શામ રંગીન અને રાત હસીન જ કહેવાતી હોય તેવા સોહોની સેક્સપ્રચુર ગલીઓમાં થયેલાં રોમાંચક અનુભવો અને વેગળા કિરદારોની અનોખી એકટિવિટી વિષે પુસ્તક લખનારાં ફ્રૈંક હુજૂરે સોહોમાં જરાપણ છિછરાપણું પ્રવેશવા દીધું નથી.
સવાર-સાંજ સર્વશક્તિમાનને યાદ કરી લેનારાઓને કદાચ, સોહો અકળાવનારું કે બિભત્સ કે વાહિયાત સર્જન લાગે પણ સચ્ચાઈ તો ફ્રૈંક હુજૂરે સોહો ના એક પ્રકરણના શિષર્ક (અન્ય શિર્ષક : ટ્રેન ઈન દ ટનલ, ઓલ લેડિઝ ડૂ ઈટ, કૈમલ ગર્લ, ધ લાસ્ટ ડ્રોપ, સેક્સ ઈઝ એન એકટિવિટી એન્ડ ન્યુડિટી ઈઝ અ કંડિશન ) માં જ બયાન કરી દીધી છે : પોર્ન ઈઝ હાર્મલેસ ધેન લાદેન