છેલ્લાં એક અઠવાડિયાથી ઉભરાતી ગટરોથી લોકો પરેશાન: તંત્રને કેમ ઉભરાતી ગટર દેખાતી નથી?
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રભરમાંથી સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે દેખાય આવે છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સના પાર્કિંગ પાસે ગટર ઉભરાય છે જેનું ગંદુ પાણી દૂર દૂર રસ્તાઓ સુધી વહેતુ હોય છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી થાય છે છતાં પણ આજદિન સુધી સિવિલ હૉસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ આ ખુલ્લી ગટરની કામગીરી શા માટે કરવામાં આવતી નથી? આમ સિવિલ હૉસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ બહાર જ ઉભરાતી ગટરોના કારણે દર્દીઓ વધુ બીમાર પડે તો જવાબદારી કોની? તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. તંત્ર ક્યારે આ અંગે ઘટતું કરશે તે હવે જોવું રહ્યું.