આજી નદીના કાંઠે બિરાજતા મહાદેવની દુર્દશાથી ભાવિકોમાં ભારે નારાજગી
ગંદુ પાણી અને કચરો મંદિરની ચોતરફ ફેલાતા લોકોમાં રોષ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ ગટરનું ગંદુ પાણી અને કચરો રામનાથ મહાદેવ મંદિર પર ફરી વળ્યાં હતા. આજી નદીના કાંઠે બિરાજતા રામનાથ મહાદેવ મંદિરની દુર્દશાથી ભાવિકોમાં ભારે નારાજગી પ્રવર્તી ગઈ છે. ગટરનું ગંદુ પાણી અને કચરો રામનાથ મહાદેવ મંદિરની ચોંતરફ ફેલાતા લોકોમાં રોષ ફેલાયો છે. સરકાર સાથે ચૂંટાયેલા મનપા શાસકો તેમજ ધારાસભ્ય-સાંસદએ આ મંદિરના વિકાસનો પ્લાન માત્ર કાગળ પર જ કર્યો હોવાનું સષ્ટ દર્શાઈ રહ્યું છે.
હાલ રામનાથ મહાદેવ મંદિરની દુર્દશા જોઈ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં રામનાથ મહાદેવ મંદિરના વિકાસની વાતો તો બહું થાય છે પરંતુ અમલીકરણ નહીં થતું હોવાનો વસવસો ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.
શહેરમાં ગઈકાલે પડેલા વરસાદ પછી રામનાથ મહાદેવ મંદિરની ચોતરફ ગટરનું ગંદુ પાણી અને કચરાના ઢગલા થતા ભાવિકોમાં કચવાટ ફેલાયો છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટેની પ્રોજેક્ટ ફાઈલ ગાંધીનગરથી રાજકોટ વચ્ચે અટવાઈ છે ત્યારેઆ પવિત્ર શિવાલયમાં મહાદેવ ફરતે ગટરનું ગંદુ પાણી અને કચરો ફરી વળતા લોકોમાં અત્યંત નારાજગી વધી છે.