કલાયમેટ ચેન્જના પ્રભાવ હેઠળ દુનિયાભરમાં વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળી રહ્યા છે.
ત્યારે ચીનના સાંધાઈમાં સોમવારે છેલ્લા 100 વર્ષનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતું. બપોરે 1.09 કલાકે તાપમાન 36.1 ડીગ્રી થયુ હતું અને મેમાં સૌથી વધુ તાપમાનનો 100 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો.
- Advertisement -
બપોર બાદ તો પારો વધુ ઉંચકાઈને 36.7 ડીગ્રી સુધી પહોંચ્યો હતો. આ વર્ષે 1876, 1903, 1915 તથા 2018માં મે માં મહતમ તાપમાન 35.7 ડીગ્રી થયુ હતું અને અત્યાર સુધીનો રેકોર્ડ હતો. સ્થાનિક લોકો 40 ડીગ્રી જેવા આકરા તાપનો અનુભવ થયાનો દાવો કરતા હતા.