ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આજે 7 જિલ્લામાં સિવિયર હીટવેવ સહિત કુલ 15 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર અને આણંદમાં વોર નાઈટની આગાહી કરાતા રાત્રે પણ લોકોની ઊંઘમાં ગરમી ખલેલ પહોંચાડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતમાં વધી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ગરમી તાંડવ મચાવે તેવી શક્યતાઓ છે આગામી 24 કલાક માટે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનને લઈને રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ તો 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કુલ 14 જિલ્લાઓમાં હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં છ થી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેતા વોર્મ નાઇટની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આજે રાત્રે રાજ્યના 4 જિલ્લાઓમાં વોર્મ નાઇટની સંભાવના છે.
આવતીકાલથી ગરમીમાં થોડી રાહત મળવાના સંકેત
- Advertisement -
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે પરંતુ આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સિવિયર હીટવેવની શક્યતાઓ છે તથા સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લાઓમાં હીટવેવ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોકે ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાઈને ઉત્તર પશ્ર્ચિમ તરફથી થઈ છે. જેને કારણે 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાત ઉપર સર્જાઇ રહેલી વાતાવરણની સ્થિતિ જોતા ગુજરાતવાસીઓને 24 થી 36 કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમી લોકોને અકળાવી રહી છે. આજે 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું.
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્ય ઉપર કોઈપણ પ્રકારની સિસ્ટમની અસર વર્તાશે નહીં, તેથી સૂર્યનાં સીધાં કિરણો ગુજરાત તરફ આવી રહ્યાં છે. જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે.
રેડ એલર્ટકચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર
ઓરેન્જ અને યલ્લો એલર્ટ
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, આણંદ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ જ્યારે વડોદરામાં યલ્લો એલર્ટ અપાયું છે.