વિદ્યાર્થીની હત્યાથી વિવાદમાં હતી અમદાવાદની સ્કૂલ: DEOનો સરકાર હસ્તક લેવા શિક્ષણ વિભાગને પત્ર, બોગસ એફિડેવિટથી વધુ ફી ઉઘરાવવા કાવતરું કર્યું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારી હત્યા કરી હતી. ત્યાર બાદ સ્કૂલને લઈ DEO દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્કૂલ ગેરકાયદે ઉભી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને પગલે સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર પણ લખી દેવાયો છે. 10 હજાર વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને લઈ આગામી દિવસોમાં સ્કૂલ સરકાર હસ્તક થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે. આગામી દિવસોમાં સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ અંગે ઉઊઘ રોહિત ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે રીતે ઊભી થઈ છે. જેના કારણે સત્તાધીશોએ હજારો આશાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સરકારની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. સ્કૂલના સત્તાધીશો વિરૂદ્ધ આગમી દિવસોમાં ગુનો નોંધાય તેવી પણ શક્યતા છે.
જોકે સ્કૂલની માન્યતા અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી છે. એડમિશન માટે વાલીઓ પાસે સ્કૂલના સત્તાધીશો દ્વારા ડોનેશન અને વધુ ફી ઉઘરાવાતી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સેવન્થ ડે સ્કૂલ વિરૂદ્ધ કેટલીક ફરિયાદો થઈ હતી જેમાં આરોપ હતા કે, જે જગ્યાએ સ્કૂલને મંજૂરી મળી છે તેના બદલે અન્ય કોઈ જગ્યાના ભાડા કરાર દરખાસ્તમાં રજૂ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરીને સત્તાધીશોએ ગેરકાયદે રીતે સ્કૂલ ઉભી કરી દીધી હતી. હાલ સ્કૂલનો તમામ વહીવટ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર લખી દેવામાં આવ્યો છે.
- Advertisement -
સ્કૂલે વાલીઓ અને સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો
ઉઊઘએ સમગ્ર મામલે તપાસ કરતા ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેને લઈને આગમી દિવસોમાં સ્કૂલના સત્તાધિશો વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. ઉઊઘ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે રીતે ઊભી થઈ છે, જેના કારણે સત્તાધીશોએ હજારો આશાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સરકારની આંખમાં ધુળ નાખવાનો પ્રયાસ કર્યો છે. બોગસ એફિડેવિટ કરીને વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાનું કાવતરૂ ધડવામાં આવ્યુ હતું. આ સિવાય સ્કૂલ વિરૂદ્ધ ઘણા બધા પુરાવા મળ્યા છે. સ્કૂલના સત્તાધીશો વિરૂદ્ધ આગમી દિવસોમાં ગુનો નોંધાય તેવી પણ શક્યતા છે.
શું હતી ઘટના?
અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતું. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.



