રિબડા-ગુંદાસરા રોડ પર પ્રીમિયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગોંડલ તાલુકા પોલીસનો દરોડો
રોકડા 20.21 લાખ, 8 મોબાઈલ, 3 કાર, એક્ટિવા સહિત 82.76 લાખનો મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલનાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શનિવારે સાંજે તાલુકા પોલીસે દરોડો પાડી રાજકોટનાં વેપારીઓ તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ ચનિયારા સહિત સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રોકડ 20.21 લાખ, ત્રણ કાર, એક્ટિવા સહીત 82.76 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આપેલી સૂચના અન્વયે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ એ ડી પરમાર અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે રીબડા ગુંદાસરા રોડ ઉપર પ્રિમીયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન જૂગાર રમતા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ દુર્લભજીભાઈ ચનિયારા રાજકોટના હિતેશ હરજીભાઈ મણવર, લલીત ચંદુભાઈ કનેરીયા, રમેશ વલ્લભભાઈ મારડીયા, પ્રતિક જેન્તીભાઈ ભુત, જૈનિમ માધવજીભાઈ ધેટીયા અને દિલીપ પ્રાગજીભાઈ આસોદરીયાને રોકડ રૂપિયા 20,21,000 તથા 6.85 લાખના 8, મોબાઈલ, 3 કાર, એક એક્ટિવા સહીત કુલ 82.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જુગાર રમતા વેપારીઓ તેમજ ગોંડલ પાલિકાના પૂર્વ પ્રમુખને છોડાવવા માટે ભલામણોનો વરસાદ થયો હતો પરંતુ પરંતુ તાલુકા પી.આઈ.પરમાર અને ટીમે કાયદાકીય જોગવાઈ મુજબ જ જુગારધારાની કલમો ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.