ખાસ-ખબર સંવાદદાતા
ઊના ગીરગઢડા પંથકમાં અવાર નવાર શિકારની શોધમાં વન્યપ્રાણીઓ આવી ચઢતા હોય છે. અને સીમ વાડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવી પશુના મારણ કરી મિજબાની માણતા હોય ત્યારે વધુ એક ઘટના ઊનાના ભડીયાદર ગામમાં એક સાથે સાત સિંહોનું ટોળુ ગામમાં ઘુસી આવતા અલગ અલગ વિસ્તારમાં સાત પશુના મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયેલ ગયો હતો. ભડીયાદર ગામમાં મોડી રાત્રીના સમયે એક સાથે ચાર સિંહ પરીવાર એક સાથે ગામમાં ઘુસી ગયેલ અને ગામને બાનમાં લીધુ હોય તેમ ગામમાં રહેણાંક વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર રખતા મંગાપશુઓ હુમલો કરી મારણ કર્યા હતા. અને બાદમાં મારણની મિજબાની માણી સીમ વિસ્તારમા નાશી ગયા હતા. જોકે એક સાથે ચાર સિંહ પરીવાર ગામમાં ઘુસી પશુઓના મારણથી ગામ લોકોમાં ફફડાટ મચી ગયેલ હતો. અને વહેલી સવારે ગામના અલગ અલગ વિસ્તારમાં પશુના મૃતદેહને જોઇ લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. આ બાબતે વનવિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોચી વિગતો મેળવી હતી. અને વનવિભાગ દ્રારા વન્યપ્રાણીઓને દૂર ખસેડવામાં આવે તેવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.