પહેલી વખત નવદંપતીના રીસેપ્શનની નવી પહેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પરજીયા પ્રજાપતિ ફેમિલી કલબ દ્વારા આગામી તા. 27 જાન્યુઆરીના દિવસે કર્ણાવતી પાર્ટી પ્લોટ કાલાવડ રોડ પર પરજીયા પ્રજાપતિ જ્ઞાતિની સાત દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે નવદંપતિને માન આપવા માટે ત્યાં જ ગ્રાઉન્ડ પર તેમના માટે રીસેપ્શન પણ રાખવામાં આવ્યું છે. આ આયોજનમાં કમિટી મેમ્બર તરીકે રેનીશ વેરાયા, આશિષ વેરાયા, પરેશભાઈ ચાવડા, અતુલભાઈ ભટ્ટી, રાજેશભાઈ ભટ્ટી, જયદીપભાઈ માલવી, હાર્દિક બોરીચા, હરેશ પ્રજાપતિ, નિરવ ખાંડેખા, મનિષ ચાવડા, અલ્પેશ બોરીચા, વિવેક માલવી, સુરેશ બોરીચા વગેરે કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.
પરજીયા પ્રજાપતિ ફેમિલી કલબ દ્વારા આયોજિત લગ્નોત્સવમાં સાત દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે
