ગરીબ પરિવારોના સરકારી અનાજમાં ઘટ આવતાં દુકાન સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી છેલ્લા કેટલાક સમયથી દરેક સમાચારમાં ખૂબ જ છવાયેલા જોવા મળે છે. ખનિજ માફિયાઓને દંડ આપવાની કામગીરી હોય કે હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝીટની કામગીરી હંમેશા ચોટીલા પ્રાંત અધિકારી ખુબજ એક્ટિવ રહે છે. તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલા તાલુકાના ઢોકળવા, ખેરણા અને દેવપરા ગામે સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં આ ત્રણેય દુકાનોમાં સરકારી અનાજનો જથ્થામાં ઘટ હોવાથી ત્રણેય સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.