વોંકળામાં છૂપાવેલા હથિયારો પોલીસે કબ્જે કર્યા: આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જુનાગઢ વંથલી તાલુકાના રવની સીમમાં એવલ વાડીએ ગત તા.10 મેના રોજ રાત્રીના સમયે રફીક આમદ સાંધ અને તેનો પુત્ર જાહિલને ફાયરિંગ કરી શરીરમા ગોળી ધરબી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં આ ડબલ મર્ડર મામલે વંથલી પોલીસમાં 7 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વઘુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતાં ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના આધારે જયપુર સહીત અન્ય સ્થળોએથી સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં અને તમામ આરોપીને કોર્ટ રજુ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રવની ગામના પીતા – પીતા પુત્રની હત્યાના આરોપી ઝડપાયા બાદ તેને છૂપાવેલ હથીયાર આંબલીયા ગામની સીમ વિસ્તારના એક વોકળા માંથી બાર બોરાનો જોટો, દેશી પોસ્ટલ, જામગરી બંદૂક, દેશી તમંચો અને 50 ગ્રામ ગન પાવડર સાથે 40 છરા કબ્જે કરી આરોપીઓ પાસેથી હથીયાર અને કાર સહીત 15.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમા રહીમ ઉર્ફે ખૂરી ઈશાભાઈ સાંધ જેની સાથે 7 જેટલાં ગંભીર ગુના દાખલ થયા છે. જ્યારે હુશેન અલારખા સાંધ, ઈમ્તિયાઝ ઉર્ફે પોલો ઇશભાઈ સાંધ, જુમ્મા હબીબ સાંધ, હબીબ ઇબ્રાહિમ સાંધ, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંધ, ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંધને ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી.
હત્યા પાછળના કારણમાં એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના રવની ગામમાં એક વર્ષ પહેલા સલીમ સાંધની ફાયરિંગ કરી હત્યા થઈ હતી આ હત્યા કરનાર લતીફ સાંધને જીહાલે માહિતી આપી હતી આ મન દુ:ખના કારણે ગત તા.10 ના રાત્રીના જીહાલ રફીક સાંધ અને તેના પિતા રફિકભાઈ સાંધની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી આ મામલે મૃતક રફિકભાઈ ના કાકાએ પોલીસ ફરિયાદ કરતા વંથલી પોલીસ છે સાત શખશો એ હત્યા સહિતની કલમ મુજબ નો ગુનો દાખલ કર્યો હતો આ ડબલ મર્ડરની તપાસ એસપી હર્ષદ મહેતાએ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા પીઆઈ જે.જે.પટેલ અને પીએસઆઈ ડી.કે.ઝાલા અને સ્ટાફ દ્વારા અલગ અલગ સોર્સ દ્વારા સઘન તપાસ શરૂ કરતા એક પછી એક કડી મળતી ગઈ હતી અને રાજસ્થાનના જયપુર સહિત અન્ય સ્થળો પરથી આરોપીઓને ઝડપી પાડી વધું તપાસ હાથ ધરી છે.