ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટના મવડી વિસ્તારના સરદારનગર સોસાયટી પાસે આવેલ પટેલ બોર્ડીંગ પાસેની પુનમ સોસાયટીમાં રહેતાં અને અટીકામાં શીવમ મશીન ટુલ્સના નામે કારખાનુ ધરાવતાં મહેશ શીવાભાઈ ટીલારાએ તેની સામે ચાલતા રૂા. 9,00,000ના ચેક રિટર્ન કેસના ફરિયાદી દર્શનાબેન ઉદાણીના શેઠને સાક્ષી તરીકે તપાસવા કરેલી માગણી નીચેની અદાલતે નામંજૂર કરતાં તેની સામે સેશન્સ અદાલતમાં રીવીઝન દાખલ કરવાની હોય તેમાં થયેલી ડીલે માફ કરવા કરેલી અરજી રાજકોટના મહે. એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો લક્ષ્મીવાડીમાં રહેતા ફરિયાદી દર્શનાબેન ભાવિનભાઈ ઉદાણીએ શીવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર આરોપી મહેશ શીવાભાઈ ટીલાળા વિરૂદ્ધ રકમ રૂા. 9,00,000નો ચેક રિટર્ન અન્વયે દાખલ કરેલી ફરિયાદમાં આરોપી પક્ષનો પુરાવો ચાલી રહેલો હોય દરમિયાન આરોપીએ તેના સાહેદ તરીકે ફરિયાદીના શેઠને સાહેદ સમન્સના માધ્યમથી નામદાર અદાલતમાં જરૂરી સાહિત્ય સાથે હાજર રહેવા અરજી આપતા નામદાર નીચેની અદાલત દ્વારા તે અરજી રદ કરતાં તેની સામે આરોપી મહેશ ટીલાળાએ સેશન્સ અદાલતમાં રીવીઝન દાખલ કરવાની હોય તેમાં રીવીઝનનો સમય વિતી ગયેલ હોવાથી 5 માસ અને 5 દિવસ કોન્ડોન કરી આપી રીવીઝન અરજી રજીસ્ટરે લેવા સેશન્સ અદાલતમાં અરજી દાખલ કરી હતી.
ઉપરોક્ત અરજીની નોટીસ ફરિયાદી દર્શનાબેન ઉદાણીને મળતાં તેના તરફે એડવોકેટ સુરેશ ફળદુ હાજર થયા અને વિગતવારના વાંધાઓ રજૂ કરી જણાવ્યું કે નામદાર નીચેની અદાલતે ફરમાવેલો હુકમ ઈન્ટરલોક્યુટરી ઓર્ડર હોય જ્યારે રીવીઝન જ ચાલવા પાત્ર ન હોય ત્યારે ડીલે કોન્ડોન થઈ શકે નહીં આરોપી દ્વારા રેકર્ડ પર સને 2017થી અત્યાર સુધી જુદા જુદા પ્રકારે અરજીઓ આપી તે અરજીઓ નામંજૂર થતાં તેની સામે રીવીઝનો કરી ખૂબ જ સમય વ્યતીત કરેલ હોવાનું રેકર્ડ પર છે. આરોપી વિરૂદ્ધ કુલ 15 ચેક રિટર્નના કેસો દાખલ થયેલા તે કેસો પૈકી અમુકમાં નીચેની અદાલતમાં ફરમાવેલ સજાઓ સેશન્સ અદાલતે પણ માન્ય રાખેલ છે અમુક સજાઓ સામે સેશન્સ અદાલતમાં અપીલો ચાલી રહેલી છે, આરોપીએ એફ.એસ. બાદ સાક્ષી તરીકેનું જાહેર કરેલી લિસ્ટમાં ફરિયાદીના શેઠને તપાસવા માગતા હોવાનું જાહેર કરેલું ન હોય આરોપી તેની ઈચ્છા અનુસાર અલગ-અલગ તબક્કે અલગ અલગ સાક્ષીઓને તપાસી શકે નહીં જેથી આરોપીની વર્તણુંક લક્ષે લઈ વારંવાર અદાલતની પ્રોસેસનો દુરુપયોગ કરતા હોય ખર્ચ સહિત અરજી રદ કરવા રજૂઆતો કરવામાં આવી હતી.
બંને પક્ષોની રજૂઆતો અરજી તથા તે સાથેના દસ્તાવેજી પુરાવા અને ફરિયાદ પક્ષેના વાંધાઓ લક્ષે લેતાં અરજદાર આરોપીએ ફરિયાદી જયાં નોકરી કરતાં તે વ્યક્તિને સાક્ષી તરીકે તપાસવા કરેલી અરજી ટ્રાયલ કોર્ટે નામંજૂર કર્યા બાદ લાંબો સમય વીતેલ હોય આરોપી જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલહવાલે હોવાથી શુદ્ધ બુદ્ધિની ભૂલના કારણે સમય વીતેલો હોવાની કરેલી રજૂઆત સામે ફરિયાદીના વાંધા લક્ષે લેતાં અરજદાર આરોપી સામે 15 જેટલા કેસો દાખલ થયેલ જે પૈકીના કેસના કામે જયુડીશીયલ કસ્ટડીમાં જેલહવાલે હોય દરમિયાન પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થયેલા છે અને એડવોકેટ પણ રેકર્ડ પર છે તેના મારફત પણ કાર્યવાહી કરાવી શક્યા હોત અને આ સાહેદને આરોપી પોતાના પુરાવો નોંધવાની કાર્યવાહી સમયે પણ બોલાવી શકેલ હોત પરંતુ માત્ર ને માત્ર કેસની કાર્યવાહી ખોટી રીતે વિલંબીત કરવાના એકમાત્ર ઇરાદે કરેલી કાર્યવાહી સંતોષકારક જણાતી ન હોય ફરિયાદ પક્ષેની દલીલ યોગ્ય જમાય આવતી હોય રીવીઝન દાખલ કરવાનો મોટો કે નાનો વિલંબ મહત્ત્વનો નથી પરંતુ વિલંબ થવા પાછળ પુરતા અને સંતોષકારક કારણો મહત્ત્વની બાબત છે જે સંતોષકારક કારણ જણાતું ન હોવાનું માની આરોપીની રીવીઝન દાખલ કરવા માટેનું ડીલે કોન્ડોન કરી આપવાની માગણી સેશન્સ અદાલતે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી દર્શનાબેન ઉદાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલા હતા.