ઈન્ડિયન લાયન્સ ક્લબનો 2જી જુલાઈનાં ફાઉન્ડેશન ડેની ઊજવણીનાં ઉપક્રમે ઈન્ડિયન લાયન્સનાં સ્થાપના દિન નિમિત્તે ઈન્ડિયન લાયન્સના સ્થાપક આદરણીય હિતેષભાઇ પંડ્યા(ચિફ મીનીસ્ટરના P.R.O)ના તથા નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા માર્ગદર્શનથી ઈન્ડિયન લાયન્સ એચીવર્સ ક્લબ રાજકોટ દ્વારા સેવાધારી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. આ તકે રાજકોટની સેવાકીયપ્રવૃતિમાં કાર્યરત કલબ ઈન્ડિયન લાયન્સ અચિવર્સ ક્લબ રાજકોટ દ્વારા કોરોનાના કપરા સમયમાં સમાજમાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપનાર સેવાના ભેખઘારી શ્રેષ્ઠીએવાનાં ચિરાગભાઈ ધામેચા ,નિશ્ચલભાઈ જોશી તથા સોનલબેન ડાંગરીયાનું સન્માન કરવામાં આવેલ હિતેશભાઈ પંડ્યા આશાબેન પંડ્યાનો ખૂબ ખૂબ આભાર.

- Advertisement -
આ કાર્યક્રમમા ઉપસ્થિત મુખ્ય મહેમાન અતુલભાઈ પંડિત (ચેરમેન નગર.પ્રાથમીક.શિક્ષણ.સમિતી રાજકોટ), સંગીતાબેન છાયા (વાઈસ ચેરમેન નગર. પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ ) તેમજ ઈન્ડિયન લાયન્સ એચીવર્સ રાજકોટ ક્લબ પ્રમુખ વનિતાબેન રાઠોડ ઉપપ્રમુખ મનિષાબેન કટારીયા, મંત્રી પ્રફુલ્લભાઈ રાજપૂત, હર્ષદભાઈ મહેતા, સુરેશભાઈ કટારીયા , પ્રવિણભાઈ રાજપૂત, લતાબેન , ઉષાબેન, અજયભાઈ, રાજુભાઈ જુંજા, જીજ્ઞેશભાઈ, મેહુલભાઈ, પ્રદીપભાઈ બોરીસાગર ( ડે. ઓફીસર ટ્રેઝરી) , રાજુભાઈ રાઘોલીયા, વ્રજભાઈ નાગેશ્વર, વિરાગભાઈ, જયશ્રીબેન , બીપીનભાઈ એ હાજરી આપી..એ દરેક નો પણ આભાર. વંદેમાતરમ તથા ઈન્ડિયન લાયન્સ નેશનલ એન્થમ તથા ભારતમાતાની પુજા દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી. આ સન્માનમાં સેવાધારીઓને ચાંદીની ગીની, રાજાશાહી સન્માનનું પ્રમાણપત્ર, સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આભારવિધી હર્ષદભાઈ મહેતા દ્વારા કરવામાં આવી. રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન પાટણવારીયા રમણીકભાઈ દ્વારા કરવામાં આવ્યું.



