- હવે ઓમિક્રોન સામે નવી વેકસીનની તૈયારી: કોવોવેકસ વિદેશમાં દર વર્ષે ફલુ વેકસીનની જેમ લેવાશે
પુના: ભારતમાં કોરોના કાળ સમયે આશિર્વાદ રૂપ પુરવાર થયેલી કોવિડ વેકસીનના હાલ કોઈ માંગ નથી અને દેશમાં કોવિશિલ્ડ વેકસીનથી જાણીતી થયેલી પુનાની સીરમ ઈન્સ્ટીટયુટ એ હવે તેની 10 કરોડ ડોઝનો નાશ કરવો પડયો છે. સીરમ ઈન્સ્ટીટયુટના સીઈઓ અદર પુનાવાલાએ એક વાતચીતમાં જણાવ્યું કે કંપનીએ ગત વર્ષે જ ડિસેમ્બરમાં કોવિશિલ્ડનું ઉત્પાદન બંધ કર્યુ હતું અને અંદાજે 10 કરોડ ડોઝનો નાશ કરવો પડયો છે.
દેશમાં હવે બુસ્ટર ડોઝથી પણ કોઈ માંગ નથી. લોકો હવે કોવિડ-શબ્દથી જ હવે થાકી ગયા છે. ખરેખર તો હું પણ થાકી ગયો છું તેવું વિધાન શ્રી પુનાવાલાએ કર્યુ હતું. પુનામાં ગઈકાલથી ડેવલલીંગ કન્ટ્રીઝ વેકસીન મેન્યુફેકચરીંગ નેટવર્કની ત્રણ દિવસની વાર્ષિક મીટીંગ સામે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે અમોએ એકપણ ડોઝ વેકસીન બનાવી નથી અને ઈન્સ્ટીટયુટે જે કોવોવેકસ તૈયાર કરી છે તે મીકસ બુસ્ટર ડોઝ તરીકે કામ કરશે અને તેને બે સપ્તાહમાં મંજુરી મળી જશે.
- Advertisement -
વિદેશમાં લોકો જેમ ફલુના રસી દર વર્ષે લે છે તે રીતે કોવિડની આ વેકસીન લઈ શકશે પણ ભારતમાં દર વર્ષે ફલુની રસી લેવાની કોઈ પ્રકૃતિ નથી તેથી અમારી આ વેકસીન વિદેશ માટે જ છે. કોવિડના ઓમીક્રોન વેરીએન્ટ અંગે શ્રી પુનાવાલાએ કહ્યું કે અમોએ અમેરિકાની નોવોવેકસ સાથે ઓમીક્રોન માટે ખાસ બુસ્ટર ડોઝ તૈયાર કરવા આગળ વધી રહ્યા છીએ.
આ એક બાઈવેલેન્ટ- વેકસીન હશે. જે ભવિષ્યના નવા વેરીએન્ટ સામે પણ કામ કરશે. હાલ કોવિડનો જે નવો એકસ બીબી વેરીએન્ટ જોવા મળ્યા છે તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ સાઈન્ટીફીક ઓફીસર સૌમ્યા સ્વામીનાથને વધુ ઝડપથી સંક્રમણ કરનારો હોવાનું જણાવીને આરોગ્ય કર્મચારીઓને તથા 60 વર્ષથી વધુના તપાસનું બુસ્ટર ડોઝ સાથે વેકસીનેશન થયું હોય તે જરૂરી દર્શાવ્યું છે.