50 ઓવરની ODI મેચમાં બોલર 10 ઓવરથી વધુ બોલિંગ કરી શકે નહીં. જો કે હાલ રમાયેલ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં એક બોલરે 11 ઓવર ફેંકી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ ક્રિકેટને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમોમાંથી એવો પણ નિયમ છે કે 50 ઓવરની ODI મેચમાં બોલર 10 ઓવરથી વધુ બોલિંગ કરી શકે નહીં. જો કે હાલ રમાયેલ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં એક બોલરે 11 ઓવર ફેંકી હતી. સાથે જ અંહી ચોંકાવનારી વાત એ હતી કે અમ્પાયર પણ આ ભૂલ પકડી શક્યા ન હતા. નિયમો વિરૂદ્ધ રમ્યા બાદ પણ પરિણામ પર તેની અસર પડી ન હતી અને ન્યૂઝીલેન્ડે બીજી વનડે 116 રને જીતી લીધી હતી. આ રીતે 3 મેચની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ.
- Advertisement -
New Zealand won the second ODI by 111 runs. The series now stands at 1-1, with just one match remaining. #SLvNZ pic.twitter.com/7RblaSbW0J
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 30, 2023
- Advertisement -
વન-ડે મેચમાં એક બોલરે 11 ઓવર ફેંકી
ન્યૂઝીલેન્ડના ઓફ સ્પિનર એડન કારસને 10 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી હતી અને એ બાદ શ્રીલંકાની ઇનિંગ્સની 45મી ઓવરમાં પોતાનો ક્વોટા પૂરો કરી લીધો હતો. જો કે પછી થયું એવું કે ન્યુઝીલેન્ડના કેપ્ટન પણ તેમના 10 ઓવરના ક્વોટા વિશે જાણ ન હતી. કાર્સને તેને 47મી ઓવરમાં ફરીથી બોલિંગ કરી અને આ દરમિયાન તેણે 5 ડોટ બોલ ફેંક્યા અને એક રન આપ્યો હતો. એટલે કે તેને 11 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 329 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 48.4 ઓવરમાં 213 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
5 penalty runs for Sri Lanka thanks to this. The umpire had given a first warning for running on the pitch earlier in the innings. #SLvNZ pic.twitter.com/8Nrgv1CXbX
— Estelle Vasudevan (@Estelle_Vasude1) June 30, 2023
5 રનની પેનલ્ટી પણ લગાવવામાં આવી હતી
આ સિવાય વધુ એક મોટો મુદ્દો પણ સામે આવ્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 48મી ઓવરમાં જ્યોર્જિયા પિલ્મર અને બ્રુક હેલિડે બેટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ન્યૂઝીલેન્ડને પિચ પર દોડવા બદલ 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન સોફી ડિવાઇન અને એમેલિયા કેરે સદીની ઇનિંગ્સ રમી હતી. કેરે 106 બોલમાં 108 રન બનાવ્યા હતા. 7 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. તે જ સમયે ડેવિને 121 બોલમાં 137 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી જેમાં તેને 17 ચોગ્ગા અને એક છગ્ગો માર્યા હતા.
બોલિંગની વાત કરીએ તો ફાસ્ટ બોલર લી તાહુહુએ 31 રનમાં 4 વિકેટ ઝડપી હતી. સોફી ડિવાઇન અને એમેલિયા કેરે પણ એક-એક વિકેટ લીધી હતી. ડેવાઇન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. સીરિઝની છેલ્લી મેચ 3 જુલાઈએ રમાશે.