SSA પોર્ટલ અને શાળાના રેકોર્ડમાં અલગ-અલગ માહિતી મળતાં DEOએ નિયમોનુસાર અહેવાલ માંગ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક/આચાર્યને વિદ્યાર્થીની વિગતોમાં ગેરરીતિ અને ગંભીર વિસંગતતા મામલે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શાળાએ DEO કચેરીની સૂચનાઓનો અનાદર કર્યો હોવાનું પણ નોટિસમાં જણાવાયું છે.
- Advertisement -
કચેરીને મળેલી ફરિયાદના આધારે કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે, જ્ઞાનગંગા સ્કૂલે વિદ્યાર્થીને વર્ષ 2023-24માં ધો. 9 માં કિડ્સલેન્ડ સ્કૂલ, વાંકાનેરનું કઈ (તારીખ 07-12-2023) રજૂ થાય તે પહેલાં જ એટલે કે 09-06-2023ના રોજ પ્રવેશ આપી દીધો હતો, જે અત્યંત ગંભીર બાબત ગણાય છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાએ આપેલા ખુલાસાને અંશત: ગ્રાહ્ય રાખીને વાલીને જાણ કરવામાં આવી છે. સાથે જ શાળાએ નિયમોનુસાર આ સમગ્ર મામલે સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે DEO કચેરીએ આદેશ આપ્યો છે.
વિગતોમાં વિસંગતતા
LC અને એડમિશન ફોર્મ: કઈ અને એડમિશન ફોર્મમાં અલગ-અલગ UDISE નંબર દર્શાવવામાં આવ્યા છે.
SSA પોર્ટલની વિગતો: SSA ગુજરાત પોર્ટલ પર તપાસ કરતા જેનીશ વિકાસભાઈ મીંડા નામનો વિદ્યાર્થી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરેલ દેખાડે છે, જ્યારે જ્ઞાનગંગા સ્કૂલે કિડ્સલેન્ડ સ્કૂલના ધોરણ 8ના કઈના આધારે પ્રવેશ આપ્યો છે.
અનાદર: DEO કચેરીએ રૂબરૂ હાજર રહેવા જણાવ્યું હોવા છતાં શાળાના સંચાલક હાજર રહ્યા નહોતા અને કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો, જેને કચેરીની કામગીરીમાં અવરોધ ગણવામાં આવ્યો છે.



