– પુત્ર હંટરના બિઝનેસ વ્યવહારો અને ડ્રગ્સના વ્યસન અંગે પણ ઉભા થયા સવાલો
અમેરિકામાં પ્રેસીડેન્ટ જો બાઈડનના પુત્ર હન્ટર સામે કરચોરી અને ગેરકાયદેસર રીતે હથીયાર રાખવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેને અમેરિકાના ન્યાય વિભાગ સાથે એક એગ્રીમેન્ટ કરી છે.ડેલાવેરમાં યુએસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુપરત કરાયેલા એક પત્રમાં આ ખુલાસો થયો છે.જો બાઈડન તેમના પુત્રના બિઝનેસ વ્યવહારો અને ડ્રગ વ્યસન અંગે પણ સવાલોનો સામનો કરી રહ્યા છે.
- Advertisement -
આ એગ્રીમેન્ટને મંગળવારે સાર્વજનીક કરાયું હતું તેમાં જણાવ્યા મુજબ હંટર બાઈડન ટેકસનો ગુનાની કબુલાત કરશે. બીજી તરફ ગેરકાયદે હથિયાર રાખવાના આરોપમાં તે ફરિયાદ પક્ષ સાથે એગ્રીમેન્ટ કરે તેવી શકયતા છે. હંટર ડ્રગ્સનો બંધાણી હતો તે સમયે તેની પાસેથી હથીયાર મળ્યું હોવાનો આરોપ છે.
ફેડરલ ક્રિમીનલ ચાર્જ કોર્ટમાં દાખલ થયા પછી આવા આરોપમાં સમાધાન કરવાનું અસાધારણ ગણવામાં આવે છે. હંટર બાઈડન અમેરિકાનાં પ્રેસીડેન્ટનો બીજો પુત્ર છે અને તેની સામે લાંબા સમયથી ન્યાય વિભાગની તપાસ ચાલતી હતી અને આ એગ્રીમેન્ટ પછી તપાસનો અંત આવ્યો છે.ભાઈ બઉ બાઈડનના 2015 માં મોત પછી હંટરે ડ્રગનાં વ્યસન સાથેનાં તેના સંઘર્ષનો સ્વીકાર કર્યો હતો.આ એગ્રીમેન્ટને પગલે વ્હાઈટ હાઉસ માટે શરમજનક સ્થિતિમાં મુકાવુ પડે તેવી હેડલાઈનનો પણ સામનો કરવો પડશે.
હંટર બાઈડનના વિદેશ ચુકવણી સહીતનાં બિઝનેસ વ્યવહારોની રિપબ્લીકન સાંસદો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે ત્યારે તેમની સામેના આરોપનાં આ ન્યુઝ આવ્યા છે. ભૂતપુર્વ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજોને ઘેર લઈ જવાના મામલે આરોપનામું મુકવામાં આવ્યાના થોડા દિવસોમાં પણ રાજકીય હલચલ ઉભી કરી શકે તેવો આ બીજો કેસ બહાર આવ્યો છે.
- Advertisement -